ચોકલેટ ઓરિઓ ટ્રફ્લ કેક (( Chocolate Oreo Truffle Cake Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50min+1&1/2 hr
  1. 2 કપમેંદો
  2. 2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  3. 1 ટી સ્પૂનબેકિંગ સોડા
  4. 1 કપદહીં
  5. 1 કપદળેલી ખાંડ
  6. 1/2 કપતેલ
  7. 1/4 કપદૂધ
  8. 4 ચમચીકોકો પાઉડર
  9. 1 ટી સ્પૂનવેનીલા એસેન્સ
  10. 2 કપવિપ ક્રીમ
  11. 200 ગ્રામડાર્ક ચોકલેટ
  12. ખાંડ શિરુપ જરૂર મુજબ
  13. ડાર્ક ચોકલેટ ગનાશ માટે
  14. 1/2 કપડાર્ક ચોકલેટ
  15. 1 +1/2 કપ વિપ ક્રીમ
  16. 100 ગ્રામફ્રેશ ક્રીમ
  17. ડેકોરેશન માટે :- ઓરિઓ બિસ્કિટ
  18. 50 ગ્રામચોકલેટ ચીપ્સ
  19. ચોકલેટ વેફર રોલ
  20. ચોકલેટ વર્મિશિલી
  21. 1કિટકેટ

રાંધવાની સૂચનાઓ

50min+1&1/2 hr
  1. 1

    બેઝ બનાવા માટે એક બાઉલ માં દહીં, ખાંડ, તેલ ત્રણેય ચારણી મૂકી મેંદો, બકીંગ પાઉડર અને બકીંગ સોડા કોકો પાઉડર નાખી ચારી લો અને તેમા ઉમેરો પછી તેમા વેનીલા એસેન્સ અને દૂધ ધીમે ધીમે ઉમેરતા જવું અને બરોબર ઘટ્ટ થાય અને તેમા બિટર થી હલાવતા જવું.

  2. 2

    ટીન ને તેલ થી ગ્રીસ કરી લેવું. બટર પેપર મૂકી તેમા ખીરું રેડી પ્રિહિટ કુકર માં 45 મીન માટે રાખવું. બેઝ ઠંડુ થાય એટલે ત્યારે તેના 3 લેયર કટ કરવા.

  3. 3

    વિપ ક્રીમ બનાવી તેમા થોડો ઓરિઓ બિસ્કિટ ને ક્રશ કરી તેમા મીક્ષ કરો. તેને કેક ની સાઈડ માં કવર કરવા માટે રાખવું.

  4. 4

    ટ્રફ્લ બનાવા માટે મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ અને હુંફાળું ફ્રેશ ક્રીમ મીક્ષ કરો. તેને ઘટ્ટ રાખવું. કેક ના બેઝ ઉપર ખાંડ નું શિરુપ લગાવી તેની ઉપર ટ્રફ્લ વચ્ચે લગાવી દો. હવે ફરીથી તેની ઉપર બીજો બેઝ મૂકી શિરુપ લગાવી ફરીથી ટ્રફ્લ લગાવી દો. હવે ઉપર નો લેયર મૂકી દો.

  5. 5

    હવે કેક ને ઓરિઓ વારા વિપ ક્રીમ થી બધી બાજુ થી કવર કરી દો.

  6. 6

    ચોકલેટ ગનાશ માટે મેલ્ટ ડાર્ક ચોકલેટ અને તેમા ફ્રેશ ક્રીમ અને બટર ઉમેરી ગનાશ બનાવી લેવું. કેક ના ઉપર ના લેયર ને ચોકલેટ ગનાશ થી કવર કરો અને કોર્ન માં થોડું ગનાશ ભરી દો અને સાઈડ માં લાઇનિંગ કરો. હવે ઉપર થી ચોકલેટ વેફર્સ, ઓરિઓ બિસ્કીટ્સ, ચોકલેટ વર્મિશિલી થી ડેકોરેટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

Similar Recipes