ફ્રૂટસલાડ  (fruit salad recipe in gujarati)

Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
Surat

#goldenapron3
મે અહીં ફ્રૂટ સલાડ ની સાથે તીખી પૂરી અને રીંગણ ટામેટા બટાકા નું મિક્સ શાક બનાવ્યું છે મિત્રો બપોરે ક્ઈક આવું ખાવુ નું મળી જાય તો મજા પડી જાય.

ફ્રૂટસલાડ  (fruit salad recipe in gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3
મે અહીં ફ્રૂટ સલાડ ની સાથે તીખી પૂરી અને રીંગણ ટામેટા બટાકા નું મિક્સ શાક બનાવ્યું છે મિત્રો બપોરે ક્ઈક આવું ખાવુ નું મળી જાય તો મજા પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. ફ્રૂટ સલાડ માટે
  2. 1લીટર દૂધ
  3. 4 ચમચીકસ્ટર પાઉડર
  4. 1વાટકો ખાંડ
  5. 4 નંગચીકુ
  6. 1 નંગસફરજન
  7. 2 નંગકેળા
  8. 1દાડમ
  9. પૂરી બનાવા માટે
  10. 1 મોટો વાટકોઘઉં નો લોટ
  11. 1/2 ચમચીહળદર
  12. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1/2 ચમચીધાણા જીરૂ પાઉડર
  14. 1પાવરુ તેલ
  15. સ્વાદ મુજબ મીઠું
  16. જરૂર મુજબ પાણી
  17. તળાવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકી એક ઉભરો આવવા દો, ત્યાં સુધી મા એક વાટકી મા 4ચમચી કસ્ટર પાઉડર લય તેમાં પા કપ દૂધ ઉમેરી ગાઠા ના રહે તે રીતે મિક્સ કરી લો. પછી દૂધ મા ઉભરો આવી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી હલાવો.

  2. 2

    પછી તેમાં કસ્ટર પાઉડર વાળું દૂધ ઉમરી મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર હલાવતા રહો.

  3. 3

    દૂધ ઘટ્ટ થાય એટલે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો પછી તેને ફ્રિજ મા ઠંડુ થવા મુકો. પછી બધા ફ્રૂટ ને જીણા સમારી લો અને દાડમ ના દાણા કાઢી લો.

  4. 4

    દૂધ ઠંડુ થાય એટલે તેમાં સમારેલા ફ્રૂટ ઉમેરી ફરી 1 કલાક માટે ફ્રિજ મા મુકો ત્યાર બાદ દાડમ જયારે સર્વ કરો ત્યારે ઉમેરો.

  5. 5

    હવે પૂરી બનાવા માટે કથરોટ મા લોટ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, મીઠું અને તેલ ઉમરી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધવો. ત્યાર બાદ પૂરી વણી ગેસ પર તેલ ગરમ મૂકી તેમાં પૂરી તળી લો.

  6. 6

    હવે ત્યાર છે સરસ મજા ની પૂરી, ઠંડો ફ્રૂટસલાડ, અને મિક્સ શાક. બધું બની જાય એટલે સર્વિંગ ડીશ મા લય સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
પર
Surat
# House wife#l like so much cooking
વધુ વાંચો

Similar Recipes