લસણીયા સેન્ડવીચ ઢોકળા

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#માઇઇબુક #પોસ્ટ_3 #સ્નેકસ

આ ઢોકળા ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે છે કેમકે ઢોકળા ની સાથે લસણ ની ટેસ્ટ ખુબ જ સરસ આવે છે...

લસણીયા સેન્ડવીચ ઢોકળા

#માઇઇબુક #પોસ્ટ_3 #સ્નેકસ

આ ઢોકળા ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે છે કેમકે ઢોકળા ની સાથે લસણ ની ટેસ્ટ ખુબ જ સરસ આવે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 1 1/2(ડોઢ કપ) કપ રવો
  2. 1 કપદહીં
  3. 1 1/4 ચમચીઇનો ફ્રુટ સોલ્ટ
  4. 1 કપપાણી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/5 ચમચીખાંડ
  7. 1 ચમચીતેલ
  8. 15-17લસણ ની કળી
  9. 1/5 ચમચીકશ્મીર લાલ મરચું પાઉડર
  10. વઘાર માટે:-
  11. 4 ચમચીતેલ
  12. 1 ચમચીરાઇ
  13. 1 ચમચીતલ
  14. 10-12લીમડાના પાન
  15. 1 ચમચીજીરું
  16. 1 ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક બાઉલમાં રવો, દહીં, મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો અને 10 મીનીટ કે તેથી વધારે સમય માટે મુકી દો..

  2. 2

    10 મીનીટ પછી ખાંડ અને તેલ ઉમેરી સરસ મીક્સ કરી લો બેટર માંથી 2 સરખા ભાગ કરો અને એક મોટા ચમચા જેટલું મીશ્રણ અલગ કરી લો.

  3. 3

    એક ભાગમાં 1/2 ચમચી ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરો મીક્સ કરો અને તેલ થી ગ્રીસ કરેલી પ્લેટ મા મિશ્રણ પાથરો સ્ટીમર માં 6 મીનીટ સ્ટીમ કરી લો.

  4. 4

    લસણ, કશ્મીર લાલ મરચું પાઉડર ખાડણી મા ખાંડી લો અને પેસ્ટ તૈયાર કરી લો આ પેસ્ટ એક ચમચો બેટર અલગ રાખ્યું તેમાં ઉમેરી સરસ મીક્સ કરી લો અને તેમાં 1/4 ચમચી ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરો મીક્સ કરો.. સ્ટીમ થયેલા મીશ્રણ ઉપર ગેસ ધીમો કરી અને આ મીશ્રણ ઉમેરો.

  5. 5

    ચમચી થી સરસ લેવલ કરી લો.ઢાંકી 4-5 મીનીટ પાકવા દો પછી બીજા ભાગમાં 1/2 ચમચી ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરો મીક્સ કરો અને લસણ ના મીશ્રણ ઉપર પાથરો...

  6. 6

    ઢાંકી 7-8 મીનીટ પાકવા દો... ચેક કરો અને 2-3 મીનીટ ઠંડું પડે એટલે કટ્ટ લગાવી લો.

  7. 7

    વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું હીંગ અને લીમડાના પાન નો વઘાર તૈયાર કરી ઢોકળા પર સરસ પાથરો..

  8. 8

    ગરમાગરમ લસણીયા સેન્ડવીચ ઢોકળા ચટણી સાથે કે ચટણી વગર પણ પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes