સેન્ડવીચ ઢોકળા(sandwich dhokla recipe in Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#માઇઇબુક #Post10 #સ્નેક્સ

સેન્ડવીચ ઢોકળા(sandwich dhokla recipe in Gujarati)

#માઇઇબુક #Post10 #સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમગની દાળ
  2. 1/2 કપચોખા
  3. 1 કપપાલકની ભાજી
  4. 1 કપફુદીનો
  5. 1 કપકોથમીર
  6. 3લીલા મરચા
  7. 1પીસ આદુ
  8. 1/2લીંબુનો રસ
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. વઘાર માટે રાઈ જીરુ અને તેલ
  11. કોકોનટ પાઉડર ગાર્નીશિંગ માટે
  12. કોથમીર ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મગ ની દાળ અને ચોખાને રાત્રે પલાળી દેવા. સવારે ક્રશ કરી બેટર તૈયાર કરવું. હવે પાલકની ભાજી ફુદીનો કોથમીર આદુ મરચાં મીઠું અને લીંબુ નાખીને પેસ્ટ કરી લેવી. આ પેસ્ટ કરતી વખતે તેમાં 6/7 બરફ ના પીસ નાખવા જેથી પેસ્ટ એકદમ ગ્રીન કલરની થશે.

  2. 2

    હવે પેસ્ટ તૈયાર છે. ઢોકળાના બેટર માંથી એક સરખા ત્રણ ભાગ કરી લેવા. એક કડાઈમાં પાણી મૂકી તેના પર સ્ટેન્ડ મૂકી દેવું. તેના પર ગ્રીસ કરેલી થાળી રાખીને ફર્સ્ટ લેયર માટે બેટર પાથરવું. ફર્સ્ટ લેયર થઈ ગયા બાદ તેના પર જે બીજો પાર્ટ છે તેની અંદર green paste મિક્સ કરીને સેકન્ડ લેયર પાથરવું. સેકન્ડ તૈયાર થઇ ગયા બાદ ત્રીજા પાર્ટ ને તેના પર પાથરવું. બેક થઈ ગયા બાદ તેના પર રાઈ જીરુ આદુ અને લીમડા નો વઘાર કરી લેવું.

  3. 3

    વઘાર કર્યા બાદ કોથમીર અને કોકોનટ પાઉડર થી ગાર્નીશ કરો

  4. 4

    આ સેન્ડવીચ ઢોકળા ને ગ્રીન ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes