ચટપટા સમોસા ચાટ

#વિકમીલ૧
તીખી રેસીપી માં સમોસા રગડા ચાટ ને કેમ ભૂલાય....તો આજે મેં તીખા ચટપટા સમોસા ચાટ બનાવી છે.
ચટપટા સમોસા ચાટ
#વિકમીલ૧
તીખી રેસીપી માં સમોસા રગડા ચાટ ને કેમ ભૂલાય....તો આજે મેં તીખા ચટપટા સમોસા ચાટ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક થાળીમાં મેંદો લઈ તેમાં મીઠું, અજમો અને તેલ નું મોણ નાખી ઠંડા પાણીથી લોટ બાંધી લો અને તેને ઢાંકીને રહેવા દો.વટાણા બાફી લો.
- 2
બટાકા બાફી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી, વરિયાળી,આખા ધાણા, આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી અને બરાબર મિક્સ કરો અને તેમાં વટાણા નાખી હલાવી લો.ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો, બટાકા નો માવો કરો તેમાં ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 3
આમચૂર પાઉડર અને ખાંડ, લીલા ધાણા, લસણ ની ચટણી સૂકી નાખી બરાબર હલાવી લો.ઠંડુ કરવા માટે મૂકી દો.
- 4
રગડો બનાવવા માટે એક બાઉલમાં સફેદ વટાણા લો અને તેને ધોઈ ને ૪-૫ કલાક સુધી પલાળી રાખો.પછી કૂકરમાં પાણી મીઠું અને હળદર નાખીને ૪-૫ સીટી વગાડી બાફી લો.ડુગળી અને ટામેટા સમારી લો.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી નાખી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી પછી તેમાં ડુંગળી ટામેટા ઉમેરી સાંતળો.. બધા સુકાં મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો અને ૬-૭ મિનિટ સુધી ઉકાળો.
- 6
હવે લોટ માંથી લુવા લઈને મોટી સાઈઝ ની રોટલી વણી લો.વચ્ચે થી કાપી લો સ્ટફિંગ મૂકી સમોસા વાળી લો.એજ રીતે બધા તૈયાર કરી લો.
- 7
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં સમોસા તળી લો.ધીમા તાપે તળી લો.બધી ચટણી અને ડુંગળી અને ટામેટા કાપી લો.
- 8
હવે એક પ્લેટમાં સમોસા લો.તેમા ઉપર રગડો રેડી બધી ચટણી, ડુંગળી અને ટામેટા નાખી લો.ચાટ મસાલો અને લસણ ની સુકી ચટણી ભભરાવી દો.ઝીણી સેવ અને લીલાં ધાણા નાખી ગાર્નિશ કરો.
- 9
તૈયાર છે તીખા ચટપટા સમોસા ચાટ.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા સમોસા ચાટ
#ડિનર#goldenapron3#week-13પઝલ વર્ડ-ચાટ ... રગડા પેટીસ તો ખાઈએ છે. પણ આજે લોકડોઉન ૨. ૦ માં ઘર માં સૌ ની ઈચ્છા હતી સમોસા રગડા ની તો સમોસા રગડા સાથે ચાટ પણ બનાવી દીધું. તો ઓર માજા આવી . અને ગોલ્ડનઅપ્રોન વિક 13માં પઝલ વર્ડ ચાટ છે તો #ડિનર માં રાતે જમવામાં રગડા સમોસા ચાટ બનાવ્યું. તો જોઈએ રગડા સમોસા ચાટ ની રેસિપિ.. આ ચાટ એટલું ટેસ્ટી હતું.તો ખાવા માં મજા આવી. Krishna Kholiya -
સમોસા ચાટ(Samosa chat recipe in Gujarati)
#MW3#Samosa#Cookpad#Cookpadindiaસમોસા ચાટ એ સમોસા માં દહીં, ચટણી, સલાડ અને ચાટ મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે. આજે મેં પરફેક્ટ હલવાઈ સ્ટાઈલ સમોસા બનાવ્યા છે જે ચોક્ક્સ થી ટ્રાય કરવા જેવી રેસીપી છે. Rinkal’s Kitchen -
છોલે ટિક્કી ચાટ
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે જ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે.ભજીયા તો બનતાં જ હોય છે પરંતુ પાણી પુરી, ભેલ, દહીં પુરી,રગડા પેટીસ,ચાટ, તીખી ટીક્કી ચાટ...આહાહા.... મોંમાં પાણી આવી ગયું ને??તો ચાલો છોલે ટિક્કી ચાટ ની રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
સમોસા ચાટ
#SFC#Trending Recipe#samosa#chaat#cookpadgujarati#cookpadindiaસમોસા ચાટ એ એક ટ્રેન્ડિંગ રેસિપી છે તેને અલગ સલગ રીતે બનાવાય છે જેમ કે ચણા ના રગડા સાથે,વટાણા ના રગડા સાથે,દહીં સાથે અને ખાલી બધી ચટણીઓ સાથે તો મેં આજે બધી ચટણી અને નાયલોન ની સેવ સાથે બનાવી જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ તો આહહહા..... હું જ્યારે પણ સમોસા બનાવું ત્યારે થોડા કાચા પાકા તળી ઠંડા પડે પછી તેને એર ટાઈટ ડબ્બા માં મૂકી ડીપ ફ્રીઝ કરું છું જે ૧૫ દિવસ તો સારા રહે જ છે અને ફરી જ્યારે ઉપયોગ માં લેવા હોય તો થોડીવાર પહેલા બહાર કાઢી ગરમ તેલ માં તળી ઉપયોગ કરી શકાય તો મેં આજે તેનો જ ઉપયોગ કરી ચાટ બનાવી. Alpa Pandya -
રગડા સમોસા ચાટ
#રગડા સમોસા એ એક સ્ટ્રીટ ફૂડ છે જે ખૂબ ટેસ્ટી હોય છે અને ખૂબ પ્રચલિત નાસ્તો છે જે ડિનર માં લેવાય છે. Naina Bhojak -
સમોસા ચાટ સેન્ડવીચ (Samosa chat sandwich recipe in Gujarati)
આજે કઈ અવનવું કરવાનું મન થયું તો સમોસા ની જગ્યા એ સેન્ડવીચ બનાવી બોવું જ ટેસ્ટી લાગી છે તમે પણ ટેસ્ટ કરજો.#આલુ Aneri H.Desai -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
કચ્છી રગડો (Kutchi Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujarati#streetfoodરગડો એ કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે રગડા નો સ્વાદ ચટપટો હોય છે અને તે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે રગડા ના ઉપયોગથી ઘણી બધી રેસીપી બનાવી શકાય છે જેમ કે રગડા પૂરી,સમોસા રગડા ચાટ, રગડા ભેળ, રગડા પેટીસ વગેરે...મેં અહીં રગડો બનાવીને રગડા પૂરી,રગડા સમોસા ચાટ અને રગડા ભેળ બનાવી તેની ડીશ શેર કરું છું Ankita Tank Parmar -
સમોસા ચાટ શોટ્સ (Samosa chat shots)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad ચાટ લગભગ નાના-મોટા બધા જ લોકોને પસંદ હોય છે. અલગ-અલગ ingredients માંથી ઘણા બધા વિવિધ પ્રકારના ચાટ બનાવી શકાય છે. દહીં પુરી ચાટ, પાપડી ચાટ, આલુ ચાટ, દિલ્હી ચાટ વગેરે ઘણા બધા ચાટ છે જેનાથી આપણે લોકો ઘણા પરિચિત છીએ. મેં આજે સમોસા ચાટ બનાવ્યો છે. ચના મસાલા અને સમોસા વડે આ ચાટ બનાવવાથી તે ખુબ જ ટેસ્ટી બને છે. આ ઉપરાંત તેમાં ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી અને દહીં વગેરે ઉમેરવાથી તેના સ્વાદમાં ઓર વધારો થાય છે. મેં સમોસા ચાટને નાના ગ્લાસમાં એટલે કે શોટ્સ ગ્લાસમાં સર્વ કર્યો છે. Asmita Rupani -
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ સમોસા ઘણા પ્રકારના બને છે પણ મેં સ્ટ્રીટ ફૂડમાં પીરસાતા આલુ મટર ના સમોસા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
રગડા પેટીશ(ragda patties Recipe in Gujarati)
આજે મારા ફેમીલી ની ફરમાઈશ હતી કે કંઈક ચટપટું જમવું છે તો મેં આજે રગડા પેટીશ બનાવી છે Dipal Parmar -
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
સ્ટફ દહીં ભલ્લા ચાટ (Stuff Dahi Bhalla Chaat Recipe In Gujarati)
#PSચાટ મૂળ તો ઉતરપ્રદેશ ની વાનગી ગણાય છે... દહીં, વિવિધ ચટણી નો ઉપયોગ કરી ને બનાવતી દરેક વસ્તુ ચાટ માં ગણાય છે... પાણીપુરી, ભેળ, દહીં પૂરી, સમોસા...દહીં વડા, દહીં ભલ્લા... દહીં ભલ્લા મૂળ તો દાળ પલાળી ને બનાવતા હોઈ છે પણ આજે મેં દહીં ભલ્લા અલગ રીતે બટેટામાં ચણા ને સ્ટફ કરી ને બનાવ્યા છે. KALPA -
-
સમોસા રગડા ચાટ
#કઠોળસફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. Bhumika Parmar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#PS ચટપટી વાનગી બનાવી ખાવી બધાં ને ખુબ ગમે ને ભાવે. મે આજ સમોસા પંસદ કયાૅ છે એક વાર બનાવો તો કોઈ ચીઝ ખમણી ઉપર નાખી સ્વાદ માણશે કોઈ ચાટ બનાવી મોજ કરશે. વસ્તુ એક વાનગી અનેક HEMA OZA -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એ એવું ફરસાણ છે જે દરેક ને ભાવતા હોઈ છે. નાના મોટા સૌ કોઈ સમોસા ખાતા હોઈ છે. આજે ચેલેન્જ માટે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે.પટ્ટી માં ઘણા પ્રકાર ના સમોસા બનાવી શકીએ છે. ચાઈનીઝ,બટાકા ,વટાણા, કાંદા,પૌઆ,ચણા દાલ ના .. બનાવી શકાઈ છે. મેં આજે બટાકા,વટાણા,અને કાંદા મિક્સ ,અને પૌંઆ વટાણાકાંદા ના સ્ટફિંગ વાળા સમોસા બનાવ્યા છે. એટલો ટેસ્ટી સ્વાદ આવ્યો છે કે બહાર ન સમોસા પણ ન ભાવે. તો અમને ખુબજ ટેસ્ટી લાગ્યા.. તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
સમોસા (Samosa Recipe In Gujarati)
મોટા ભાગના લોકો ને એવું માને છે કે સમોસા ભારતનું નમકિન ફરસાણ છે પરંતુ હકીકત માં સમોસા ઈરાન થી આવેલ ફૂડ છે. ભારત ના અલગ અલગ વિસ્તાર માં આપણને અલગ અલગ પ્રકાર ના સમોસા જોવા મળશે સમોસા ને ગળી અને તીખી એમ બે પ્રકારની ચટણી સાથે પીરસવા માં આવે છે. #GA4 #Week9 Bhavini Kotak -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6આ સમોસા પટ્ટી બનાવી ને આ પટ્ટીમાં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માટે કઠોળ, ડુંગળી, આલુ મટર ,ચાઈનીઝ, મિક્સ વેજીટેબલ વગેરે પસંદ કરી આપણી પસંદ ના પટ્ટી સમોસા બનાવી ને આનંદ લઈ શકીએ છીએ. મેં આજે આલુ-મટરના પટ્ટી સમોસા બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
-
આલુ રોઝ સમોસા ચાટ (Aloo Rose Samosa Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati કોઈ પણ સીઝન હોય આપણે અલગ અલગ પ્રકારનાં ચાટ બનાવીએ છીએ. ચાટ નું નામ આવતા જ નાના મોટા દરેક ને મોં મા પાણી આવી જાય છે. અને ચાટ એટલે ચટપટી વાનગીઓનો સમુહ.... એમાં પણ વાત કરીએ તો સમોસા ચાટ...અલગ અલગ પ્રકારનાં સમોસા તો બને જ છે. તો આજે મેં પણ અહીં અલગ પ્રકારનાં આલુ રોસ સમોસા ચાટ બનાવ્યાં છે. Vaishali Thaker -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #samosa #samosachat #week1#ATW1#TheChefStory આ ચાટ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. બઘા ને ખાવા નું મન થઈ જાય એ નું નામ સમોસા ચાટ. #dinner #dinnerrecipe. Bela Doshi -
વઘારેલા બટર સમોસા ચાટ
#India " વઘારેલા બટર સમોસા ચાટ" નામ સાંભળી ખાવા નું મન થયું ને! મેં તમારા માટે એકદમ નવી વાનગી બનાવી છે.આજ સુધી કોઈ એ પણ આવી સમોસા ની ચાટ નહીં બનાવી હોય. તો રાહ શું જોવાની બનાવી લો "વઘારેલા બટર સમોસા ચાટ "અને ટેસ્ટ ફૂલ ચાટ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#GA4 #Week6મારાં ઘર માં બધા ને અલગ અલગ જાતની ચાટ ખૂબ ભાવે છે. આજે મેં આ ખસ્તા કચોરી ચાટ બનાવી છે. Urvee Sodha
More Recipes
ટિપ્પણીઓ (5)