મિલ્ક ફ્રૂટ સલાડ (Milk Fruit Salad Recipe In Gujarati)

#RC2
White colour recipes
રેઇન્બો ચેલેન્જ
આ એક પારંપરિક વાનગી છે જે ભોજન માં પૂરી સાથે પીરસાય છે...મલાઈદાર દૂધમાં સિઝન ના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસ તેમજ કેસર ઈલાયચી ઉમેરીને આ વાનગીને રીચ અને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે...પ્રસંગો માં ખાસ બને છે અને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરવામાં આવે છે.
મિલ્ક ફ્રૂટ સલાડ (Milk Fruit Salad Recipe In Gujarati)
#RC2
White colour recipes
રેઇન્બો ચેલેન્જ
આ એક પારંપરિક વાનગી છે જે ભોજન માં પૂરી સાથે પીરસાય છે...મલાઈદાર દૂધમાં સિઝન ના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસ તેમજ કેસર ઈલાયચી ઉમેરીને આ વાનગીને રીચ અને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે...પ્રસંગો માં ખાસ બને છે અને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધને એક જાડા તળિયા વાળા વાસણ માં ગરમ કરવા મુકો....ફૂલ ફેટ નું દૂધ હોવાથી તાવીથા વડે ચલાવતા રહો જેથી તળિયે ચોંટે નહીં...
- 2
દૂધને ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી વાસણમાં આજુ બાજુ ચોંટેલી મલાઈ તાવીથા થી ઉખાડી દૂધમાં મિક્સ કરતા જાવ અને ખાંડ તેમજ બે ચમચી જેટલા દૂધમાં પલાળેલું કેસર ઉમેરી દો...ખાંડ ના પ્રમાણમાં ઈચ્છા મુજબ ફેરફાર કરી શકો.
- 3
દૂધ ઉકળીને થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી...દૂધ ને ઠંડુ થવા દો...રૂમ ટેમ્પરેચર પર આવે એટલે બીજા વાસણમાં લઈ ફ્રીઝમાં ઠંડુ કરવા મુકો. ત્યાં સુધી ડ્રાયફ્રુટ ની કતરણ તૈયાર કરો...
- 4
હવે સફરજન....ચીકુ અને કેળા ને નાના ટુકડામાં સમારી લો...ફ્રીઝમાં મુકેલ દૂધમાં સમારેલા ફ્રૂટ્સ ઉમેરી ફરી દૂધને ઠંડુ થવા મુકો જેથી ફ્રૂટ્સ ની સુંગધ દૂધમાં મિક્સ થઈ જાય.
- 5
ઠંડુ કરેલ મિલ્ક ફ્રૂટ સલાડ ફ્રીઝમાંથી જરૂર મુજબ બહાર લઈ એક સર્વિંગ બાઉલમાં કાઢો....બદામ, પિસ્તા ની કતરણ તેમજ ચારોળી સ્પ્રીંકલ કરી ડેઝર્ટ તરીકે અથવા ભોજન સાથે સર્વ કરો
Similar Recipes
-
ફ્રુટ સલાડ(Fruit salad recipe in Gujarati)
#GA4 #Week8#milkPost - 13 ફ્રુટ સલાડ એવી રેસીપી છે કે જે બાળકો અને વડીલો ને ભાવતી અને લોકપ્રિય છે...દૂધ...ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ થી તેમજ કેસર ઈલાયચી ની ફ્લેવર થી રીચ લૂક અને સ્વાદ આપે છે....ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે...તેમજ one pot meal તરીકે ચાલી જાય છે....આમ તો ગરમાગરમ પૂરી સાથે પીરસાય છે... Sudha Banjara Vasani -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને અજા એકાદશી એટલે હેલ્થી ફરાળી વાનગી બનાવવાનું નક્કી કર્યું..ફ્રુટ સલાડ માં ફ્રેશ ફ્રૂટ્સ, મિલ્ક પાઉડર, ડ્રાયફ્રુટ નો ભૂકો અને કેસર ઈલાયચી ની ફ્લેવર આપીને બનાવી...ખૂબ સરસ બની છે. Sudha Banjara Vasani -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍 Asha Galiyal -
-
ફ્રૂટ નટ્સ સેફ્રોન મઠો (Fruit Nuts Safron Matho Recipe In Gujarati)
#KS6 મઠ્ઠો હંમેશા ઘરેજ બનાવવો જોઇએ જેથી ઘરના બધા સભ્યો ની મનપસંદ ફ્લેવર બની શકે....ઈલાયચી...કેસર....ચોકલેટ તેમજ સિઝન ના દરેક ફ્રૂટ્સ તેમજ ફ્રોઝન ફ્રૂટ્સ પણ વાપરીને બનાવી શકાય...મેં કેસરની રીચ ફ્લેવર આપી ફ્રેશ ફ્રૂટ્સ....ક્રીમ...તેમજ ડ્રાયફ્રુટ ઉમેરીને બનાવ્યોછે જે બધાને જરૂર પસંદ આવશે... Sudha Banjara Vasani -
કેસરી મગસના લાડુ (Saffron Magas Ladoo Recipe In Gujarati)
#RC1Theme1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી શુભ પ્રસંગો માં, પ્રસાદ તરીકે તેમજ નાના બાળકોને ખુશ કરવા બનાવવામાં આવે છે...પ્રોટીન થી ભરપૂર છે...તેમાં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે...કેસર થી રીચ ટેસ્ટ અને કલર આવે છે ...ખાંડની જગ્યાએ ગોળનો પાઉડર પણ વાપરી શકાય છે... Sudha Banjara Vasani -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ઝડપથી બની શકે છે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે.દિવાળીના તહેવારો આવે ત્યારે જલ્દી બનાવીશકાયછે.#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MAમમ્મી હંમેશા પોતાના સંતાનો વિષે જ વિચારતી હોય છે. સંતાનો ભલે ને ગમે તેટલા મોટા થઈ ગયા હોય તો પણ એની લાઈફ એની આજુબાજુ જ ફરતી હોય છે. આ વાત જ્યારે હું પણ એક મમ્મી બની ત્યારે સમજાય છે. હું પણ મારી મમ્મી ની જેમ પહેલા મારી દિકરી વિષે વિચારું છું.આપણી મમ્મી હંમેશા બાળકોને ભાવતી વાનગી જ બનાવતી હોય છે પોતાની ભાવતી વસ્તુ વિશે કહેતી જ નથી. તો આજે હું "મધર્સ ડે" નિમિત્તે મારી મમ્મી અને મારા સાસુ ને ભાવતું એવું ફ્રૂટ સલાડ બનાવીશ. Chhatbarshweta -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr મારા ઘરમાં બહુ જ બને છે કારણકે મારા બાળકોનું બહુ ફેવરિટ છે . Vaishali Vora -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
સુજીનો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ સુજીનો હલવો પૂજા અને ધાર્મિક પ્રસંગો માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે...બાળકો અને વડીલોને સૌની પસંદ ની વાનગી છે...સત્યનારાયણ ભગવાન ની પૂજા માં ખાસ બનાવાય છે..દૂધ અને ડ્રાયફ્રુટ ઉમેરવાથી એકદમ રીચ ટેસ્ટ આવે છે. Sudha Banjara Vasani -
કાજુ-મખાના-ડ્રાયફ્રૂટ્સ ખીર (Kheer Recipe in Gujarati)
#GA4#Week5 કાજુમાં જગદંબાના નોરતાના પ્રથમ દિવસે માને ખીર નો ભોગ ધરાવ્યો ,,નોરતાના માનેઉપવાસ હોય છે અને ભક્તગણ પણ રહેતા હોય છે એટલે નોમ સુધી ફરાળી ભોગ જધરાવવામાં આવે છે ,,માને ભોગમાં ખીર ખુબ જ પ્રિયા છે ,,એટલે મેં આજે ફરાળી ખીરજે કાજુ અને મખાના માંથી બનાવી છે ,,,સાથે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેર્યા છે ,,કાજુ હેલ્થની દ્રષ્ટિ એ ઉત્તમ વિટામિન પૂરક છે ,,મોટાભાગના વિટામિન્સ કાજુમાંથીમળી રહે છે ,,બની શકે તો રોજ ઓછામાં ઓછા ચાર-પાંચ કાજુનો સમાવેશ આપણાડાએટ માં કરવો જોઈએ ,કાજુ ની ફેટ ઉત્તમ એટલે કે સારી ફેટ ગણાય છે ,,તેશરીરના ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી નાખવાનું કામ કરે છે ,અને શરીરનેભરપૂર શક્તિ પ્રદાન કરે છે ,,દરેક વસ્તુનો અતિરેક નહીં સારો તેમ કાજુ પણયોગ્ય માત્રામાં જ ખાવા જોઈએ ,,,બાર-પંદર નંગ થી વધુ કાજુ ખાવા થી નુકસાનથાય છે ,,કાજુની તાસીર ગરમ છે ,,,મારા ઘરમાં બધાને ખીર ખુબ જ પ્રિયા છે ,,મખાના પણ કાજુ જેટલા જ ગુણકારી છે ,,ખીરમાં ઉમેરવાથી ખીરનો સ્વાદ બેવડાઈજાય છે ,,અને ખીર ઘાટ્ટી,,માવાદાર ,,મીઠી બને છે ,,ખીર પરમ પિત્તશામક છે એટલે શરદઋતુમાં રોજ ખાવી જોઈએ ,દૂધની દરેક આઈટમ બધાની પ્રિયા,,,એટલે ખીર વારંવાર બને,,અને હું જુદી -જુદીરીતે બનાવી પીરસું,,,મારા ઘરે ખીર જમવામાં તો ખવાય જ,,પણ ડેઝર્ટ તરીકે વધુ ,હાલતચાલતાં ભૂખ લાગે એટલે ખીર ખાઈ લેવાની ,,, Juliben Dave -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
-
-
-
-
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
મલઇયો /દૌલત કી ચાટ (Daulat Ki Chaat Recipe In Gujarati)
#નોર્થમલઇયો કેટલું યુનિક નામ છે. જેના નામ પરથી જ ખબર પડે કે મલાઈમાથી બનાવવામાં આવે છે. હા આ મલઇયો એ બનારસની ખૂબ પ્રખ્યાત વાનગી છે. દિલ્હીમાં આ વાનગી દૌલત કી ચાટથી મશહૂર છે. આ વાનગીનો લાભ શિયાળાની સવારે લેવામાં આવતો હોય છે.આપણે ઘરે બનાવી ગમે ત્યારે મજા લઈ શકાય છે. ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. Chhatbarshweta -
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake recipe in Gujarati)
#EBWeek14 બદામ માં ફેટ,ફાઇબર્સ, પ્રોટીન અને વિટામિન "E" ભરપૂર પ્રમાણ માં છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે..memory power....સતેજ બનાવે છે...દૂધમાં લેવાથી ઉત્તમ બેનીફિટ મળે છે. Sudha Banjara Vasani -
More Recipes
ટિપ્પણીઓ (5)