આચારી ઢોકળા(achari dhokla recipe in Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara
શેર કરો

ઘટકો

  1. ૩વાટકી ચોખા
  2. ૧ વાટકીઅડદની દાળ
  3. ૨ નંગકેપ્સીકમ
  4. ૩ નંગકાકડી
  5. ૧/૨ વાટકીખાટાં અથાણા નો સંભાર મસાલો
  6. મીઠું
  7. ઈનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખાને બંનેને ભેગા કરી મિક્સરમાં ઝીણું પીસી લીધું હવે તેમાં એક વાટકી દહીં અને પાણી નાખી તેને આથી દીધું. કેપ્સીકમ ને ઝીણા સમારી લીધા. કાકડીની છાલ ઉતારી તેને પણ ઝીણી સમારી લીધી

  2. 2

    ખીરું આથતી વખતે તેમાં ચપટી સોડા અને મીઠું નાખી દેવાના. કેપ્સીકમ અને કાકડીમાં સંભાર મસાલો મિક્સ કરી દેવાનો. હવે ગેસ ઉપર ઢોકળાનું વાસણ ગરમ કરવા મૂકો.થાળી માં તેલ લગાવી ગરમ કરવા મૂકો. હવે એક વાસણમાં ખીરું લઇ તેમાં ઈનો નાખી તેની ઢોકળાની થાળીમાં પાથરો એક મિનિટ માટે તેને સ્ટીમ થવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલી તેની ઉપર કેપ્સીકમ અને કાકડી નું પુરણ પાથરી દો ફરી તેની ઉપર ખીરું પાથરી દો હવે તેની પર અથાણા નો સંભાર મસાલો ભભરાવી દો.હવે દશ મિનિટ માટે તેને થવા દો.

  3. 3

    ઢોકળા બફાઈ જાય એટલે તેને કાઢી ને હવે તેને ઠરવા દો પછી તેને ગ્રિન ચટણી જોડે સર્વ કરો. બહુ જ ટેસ્ટી લાગે છે આ ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes