ઈડલી(idli recipe in gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

ઈસ્ટ ઈન્ડિયા # માઇઇબુક,# પોસ્ટ ૨ ,# વીક ચેલેન્જ, સુપર સેફ ૩, સુપર સેફ ૪

ઈડલી(idli recipe in gujarati)

ઈસ્ટ ઈન્ડિયા # માઇઇબુક,# પોસ્ટ ૨ ,# વીક ચેલેન્જ, સુપર સેફ ૩, સુપર સેફ ૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૨ વાટકીચોખા
  2. ૧ વાટકીઅડદની દાળ
  3. 1 ચમચીમેથી
  4. ૨ ચમચીપૌંઆ
  5. મીઠું
  6. તેલ
  7. પેકેટ ઈનો

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બે વાટકી ચોખા અને દાળને બરાબર બે-ત્રણ પાણીથી ધોઇ લેવું.

  2. 2

    ત્યારબાદ ચોખા અને દાળને ચોખ્ખા પાણીથી ધોઈ લેવા અને એમાં મેથી પણ ધોઈને નાખી દેવી.

  3. 3

    ત્યારબાદ ચોખા દાળ અને મેથીને સાત થી આઠ કલાક માટે પલાળી રાખવા

  4. 4

    સાતથી આઠ કલાક બાદ ચોખા દાળ અને મેથીને મિક્સરમાં વાટી લેવું. અને એમાં ૨ ચમચી વાટેલા પૌવા પણ મિક્સરમાં વાટીને નાખી દેવા.

  5. 5

    ત્યારબાદ ખીરું તૈયાર થઈ જાય પછી ખીરું ને પાંચ થી છ કલાક માટે ગરમ જગ્યાએ મૂકશો જેથી કરીને ખીરામાં આથો સારો આવે.

  6. 6

    હવે પાંચ થી છ કલાક પછી ખીરામાં એક પેકેટ ઈનો અને સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખીને બરાબર મિક્ષ કરી લેવું.

  7. 7

    હવે ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાવીને બનાવેલું ખીરું નાખી ઈડલી ને પાંચ થી છ મિનિટ સુધી થવા દો.

  8. 8

    ત્યારબાદ ઈડલી ઠંડી થાય પછી ઈડલી ને એક ડિશમાં કાઢી લો.

  9. 9

    હવે ઈડલી ને વાઈટ ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_24994738
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes