હમસ

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#કઠોળ
કઠોળ ના લાભ તો આપણે સૌ જાણીએ છીએ અને મહત્તમ ભાગે કઠોળ નો ઉપયોગ આપણે શાક માં કરીએ છીએ. કાબુલી ચણા ની સૌથી જાણીતી વાનગી છોલે ભતુરે છે અને એના પછી કાબુલી ચણા ની મૂળ વિદેશી વાનગી જે હવે ભારત માં પણ પ્રચલિત છે. એ છે હમસ . મૂળભૂત રીતે મિડલ ઇસ્ટ ની વાનગી ફલાફલ સાથે ખવાતું હમસ એ સ્વસ્થયસભર અને સ્વાદિષ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1.5 કપબાફેલા કાબુલી ચણા
  2. 1/4 કપલીંબુ નો રસ
  3. 1/4 કપતાહીની
  4. 3કળી લસણ
  5. 4ચમચા ઓલિવ ઓઇલ
  6. 1/2જીરું પાવડર (વૈકલ્પિક)
  7. 3ચમચા પાણી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. છાંટવા માટે પેપરિકા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગ્રાઇન્ડીંગ જાર માં તાહીની અને લીંબુ નો રસ નાખી 1 મિનિટ સુધી પ્રોસેસ કરો. સાઈડ માંથી સ્ક્રેપ કરી ફરી 30 સેકન્ડ પ્રોસેસ કરો. ફરી સ્ક્રેપ કરી 30 સેકન્ડ પ્રોસેસ કરો જેથી તાહીની એકદમ ક્રિમિ અને મુલાયમ થાય.

  2. 2

    હવે લસણ,3 ચમચા ઓલિવ ઓઇલ, જીરું પાવડર અને મીઠું, વહીપ્પડ તાહીની માં ઉમેરો અને બધી સામગ્રી એકદમ ભળી જાય ત્યાં સુધી પ્રોસેસ કરો.

  3. 3

    છેલ્લે બાફેલા કાબુલી ચણા નાખી અને પ્રોસેસ કરો. દર વખતે સાઈડ સ્ક્રેપ કરવાનું ભૂલવું નહીં. હવે મુલાયમ હમસ બનાવા 2-3 ચમચા પાણી ઉમેરી અને એકદમ બરાબર બ્લેન્ડ થાય ત્યાં સુધી પ્રોસેસ કરો.

  4. 4

    આપણું હમસ તૈયાર છે, તેને કાચ ના બૉઉલ માં ફેરવી લો. ઉપર બાકી નું ઓલિવ ઓઇલ નાખો અને પેપરિકા છાંટો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes