નોન ફ્રાઈડ ફલાફલ વીથ હમ્મસ (Nonfried Falafel With Hummus Recipe

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#TT3
#week3
#midddle_East_special_recipe
#nonfried_recipe
#cookpadgujarati

ફલાફલ મધ્ય પૂર્વીય મૂળની વાનગી છે જે ખાસ કરીને શાકાહારીઓમાં લોકપ્રિય છે. ફલાફલ અને હમ્મસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસ્પી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મિડલ ઈસ્ટ ભોજનની એક પરંપરાગત વાનગી છે. તેને સલાડ, હમસ, બાબા ગનુષ, પીતા બ્રેડ અને તાહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને કે સેલો ફ્રાય કરીને પણ બનાવવામાં આવે છે. આ ફલાફલ ને મેં અપમ પેન માં થોડા જ તેલ મા બનાવ્યા છે. જેથી હેલ્થ ની દ્રષ્ટિ એ જોઈએ તો એની nutritious વેલ્યુ વધી જાય છે. ચણામાં મધ્યમ માત્રામાં કેલરી અને કેટલાક વિટામિન્સ અને ખનિજો હોય છે. તેઓ ફાઇબર અને પ્રોટીનનો સારો સ્રોત પણ છે.
આ ફલાફલ સાથે મેં હમ્મસ સોસ ને પણ સર્વ કર્યું છે. જે આ હમ્મસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે. આ હમમસ ને ફ્લાફલ, પીતા બ્રેડ, કોઈપણ ચિપ્સ, બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમ્મસ એક હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
6 વ્યક્તિ
  1. 🧆 હમમ્સ બનાવવાના ઘટકો :--
  2. 1/2 કપકાબૂલી ચણા (નમક ઉમેરી બાફેલા)
  3. 1/4 કપસફેદ તલ
  4. 2 tbspઓલિવ ઓઇલ
  5. નમક સ્વાદ અનુસાર
  6. 1/2 tspશેકેલું જીરું પાઉડર
  7. 1/2 નંગલીંબુ નો રસ
  8. 1/4 કપપાણી
  9. 1/4 કપઓલિવ ઓઇલ
  10. 6-8 નંગલસણ ની કળી
  11. ગાર્નિશ માટે :--
  12. ઓલિવ ઓઈલ અને લાલ મરચું પાવડર
  13. 🧆 ફલાફલ ના ઘટકો :--
  14. 1.5 કપકાબૂલી ચણા બાફેલા
  15. 3 નંગલીલાં મરચાં
  16. 8-10 નંગલસણ ની કળી
  17. 1 નંગમોટી સાઇઝ ડુંગળી જીની સમારેલી
  18. 1 tspજીરું
  19. 1/2 કપલીલી કોથમીર ના પાન દાંડી સાથે
  20. 1/4 કપફુદીના ના પાન
  21. નમક સ્વાદ અનુસાર
  22. 3 tbspરવો
  23. 2 tbspચણા નો લોટ
  24. 1 tspકાળા મરી પાવડર
  25. 1/2 tspહળદર પાવડર
  26. 1/2 tspકુકિંગ સોડા
  27. તેલ શેલો ફ્રાય માટે જરૂરી મુજબ જો

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાબુલી ચણા ને 8 થી 10 કલાક પલાળી રાખો. ત્યાર બાદ આ કાબૂલી ચણા ને પ્રેશર કુકરમાં પાણી અને નમક ઉમેરી 5 વ્હિસ્ટલ વગાડી બાફી લો. (એકદમ વધારે બાફી નથી લેવાના બસ 70% જ બાફવાના છે)

  2. 2

    હવે આ બાફેલા ચણા માંથી હમમ્સ માટે 1/2 કપ ચણા કાઢી લેવાના છે. હવે આપણે તાહીની સોસ બનાવીશું. એની માટે એક પેન માં સફેદ તલ ઉમેરી તેને થોડો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરી લો. હવે આ તલ ને ઠંડા કરી મિક્સર જારમાં ઉમેરી તેમાં ઓલિવ ઓઈલ ઉમેરી ક્રશ કરી પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે આ પેસ્ટ માં બાફેલા કાબૂલી ચણા, નમક, શેકેલું જીરું પાઉડર, લીંબુ નો રસ અને પાણી ઉમેરી ક્રશ કરી લો

  4. 4

    ત્યાર બાદ આમાં ઓલિવ ઓઈલ અને લસણ ની કળી ઉમેરી ફાઇન પેસ્ટ પીસી લો. હવે આપણું હમ્મસ તૈયાર છે. એને ફ્રીઝ મા ઠંડું કરી બાઉલ મા કાઢી વચ્ચે નાની સ્પૂન થી રાઉન્ડ માં ગોળ ફેરવી ખાડો કરી તેમાં ઓલિવ ઓઇલ અને લાલ મરચું પાવડર ઉમેરી લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરો.

  5. 5

    હવે આપણે ફલાફલ બનાવીશું. એની માટે 1.5 કપ બાફેલા ચણા ને મિક્સર જાર માં ઉમેરી તેમાં લીલા મરચાં, લસણ ની કળી, જીની સમારેલી ડુંગળી, જીરું, લીલી કોથમીર ના પાન અને ફૂદીના ના પાન ઉમેરી અધકચરું વાટી લો. ને એક મોટા બાઉલમાં કાઢી લો.

  6. 6
  7. 7

    હવે આ મિશ્રણ માં નમક, રવો, ચણા નો લોટ, કાળા મરી પાવડર, હળદર પાવડર અને કુકીંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ને આ મિશ્રણ ના એકસરખા લીંબુ ની સાઇઝ ના બોલ્સ વાળી તૈયાર કરી લો. અને 10 મિનિટ માટે ફ્રીઝ મા મુકી રાખો.

  8. 8

    હવે અપ્પમ પેન ની કેવીટી માં થોડું થોડું તેલ ઉમેરી ગરમ કરી તેમાં બનાવેલા બોલ્સ ઉમેરી ઉપર પણ થોડું થોડું તેલ ઉમેરી બંને બાજુ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી કૂક કરી લો. આ રીતે બધા ફલાફલ તૈયાર કરી લો. તમે ઈચ્છો તો આ ફલાફલ ને તેલ માં ડીપ ફ્રાય પણ કરી સકો છો.

  9. 9
  10. 10

    હવે આપણા નોન ફ્રાઇડ ફલાફલ વીથ હમ્મસ તૈયાર છે સર્વ કરવા માટે..આ ફલાફલ ને તમે સલાડ અને અરેબિક પિતા બ્રેડ સાથે સર્વ કરી સકો છો.

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (23)

Similar Recipes