સંભાર (sambhar recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#માઇઈબુક૧
#પોસ્ટ૨૭
#વિક્મીલ૩
પોસ્ટ:૮
સ્ટીમ અથવા ફ્રાય

સંભાર (sambhar recipe in Gujarati)

#માઇઈબુક૧
#પોસ્ટ૨૭
#વિક્મીલ૩
પોસ્ટ:૮
સ્ટીમ અથવા ફ્રાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોતુવેરની બાફેલી દાળ
  2. 1 વાટકીમિક્સ શાક જીણા સમારેલા (રીંગણ,દૂધી,બટેટું,સરગવો)
  3. 1 ટેબલસ્પૂનડુંગળી સમારેલી વઘાર માટે
  4. 1 ટેબલસ્પૂનઆમલીનો પલ્પ
  5. 1 ટેબલસ્પૂનલીલા આદુંમરચાંની પેસ્ટ
  6. 2 નંગટામેટાં સમારેલા
  7. 1 ટીસ્પૂનલાલમરચું
  8. 1 ટીસ્પૂનધાણાજીરું
  9. 1 ટીસ્પૂનગરમસાલા પાઉડર
  10. 1 ટીસ્પૂનરાઈ જીરું
  11. ચપટીહિંગ
  12. ચપટીહળદર
  13. મીઠા લીમડા ના પાન
  14. મીઠું જરૂર મુજબ
  15. તેલ જરૂર મુજબ
  16. પાણી જરુરમુજબ
  17. કોથમીર સમારેલી
  18. સંભાર મસાલો
  19. 3ચમચા તુવેરદાળ
  20. 3ચમચા ચણાદાળ
  21. 1 ચમચીઅડદ દાળ
  22. 1 નંગતમાલપત્ર
  23. 3સૂકા લાલમરચાં
  24. 10-12 નંગમરી
  25. 8-9લવિંગ
  26. 2 ટુકડાતજ
  27. 2બાદિયાન (દગડફૂલ)
  28. 2 ચમચીઆખા ધાણા
  29. 1 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સંભાર માટેનો મસાલો બનાવી લેવો,આ મસાલો સ્ટોર કરી શકાય છે.
    સંભાર મસાલાની વસ્તુ વારાફરતી સેકી લઇ ઠંડી પડે એટલે મિક્સરમાં પાઉડર
    જેવી દળી લેવી,હવાચુસ્ત ડબ્બામાં રાખી દેવી,સંભાર સિવાય રોજ બનતી દાળ
    કે રસમમાં પણ આ મસાલો વાપરી શકાય છે,

  2. 2

    તુવેરની દાળને એક મોટા તપેલામાં લઇ જરૂર મુજબ પાણી નાખી બ્લેન્ડર ફેરવો.
    દાળમાં રૂટિન મસાલા અને ત્રણ ચમચા સંભાર મસાલા ઉમેરો,
    લીમડો,લીલા આદુંમરચાંની પેસ્ટ,શાકભાજી ઉમેરો,ટમેટાના ટુકડા ઉમેરો,
    સ્વાદમુજબ મીઠું ઉમેરો,આમલીનો પલ્પ ઉમેરો,ગરમસાલો ઉમેરો
    એકરસ થાય ત્યાં સુધી ઉકાળો.

  3. 3

    હવે વઘારિયામાં વઘારમાટે તેલ મુકો,
    રાયજીરુ અને લીમડાના પાન નાખો,
    સમારેલી ડુંગળી નાખો,ડુંગળી સોનેરી થાય એટલે લાલ મરચું
    અને હિંગ નાખી સંભાર માં રેડી છીબું ઢાંકી દ્યો,
    વઘાર કરીને બે મિનિટ માટે દાળ ઉકળવા દ્યો,
    કોથમીર નાખી ગરમ ગરમ ઈડલી સાથે સર્વે કરો,
    સાથે ટોપરાની ચટણી પીરસો...
    તૈય્યાર છે સાઉથ નો સંભાર,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes