શેર કરો

ઘટકો

20-25 મિનિટ
4 વ્યક્તિ
  1. પરોઠા ની કણક બાંધવા માટે
  2. 2 કપઘઉં નો લોટ
  3. 1 ટી.સ્પૂનજીરું અને મરી (અધકચરા પીસેલા)
  4. 1/4 ટી.સ્પૂનહિંગ
  5. ચપટીહળદર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તેલ 2 ટે.ચમચી
  8. પાણી 1.5 કપ/જરૂર મુજબ
  9. બટેટા નું સ્ટફીંગ બનાવવા માટે
  10. બાફેલા બટેટા 4 નંગ મિડિયમ સાઈઝ ના
  11. તેલ 1 ટે.ચમચી
  12. 1 ટી.સ્પૂનરાઈ
  13. 1/2 ટી.સ્પૂનહિંગ
  14. 1 ટી.સ્પૂનહળદર
  15. 1 ટી.સ્પૂનમરચું પાઉડર
  16. 1 ટી.સ્પૂનધાણાજીરું
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 1 ટી.સ્પૂનકસૂરી મેથી
  19. 1/2 ટી.સ્પૂનચાટ મસાલો
  20. 1/4 ટી.સ્પૂનખાંડ
  21. 1/2 ટી.સ્પૂનલીંબુનો રસ
  22. સર્વ કરવા માટે
  23. દહીં
  24. ટોમેટો સોસ
  25. કેરી નો છૂંદો

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પરોઠા ની કણક બાંધશું. એ માટે ઘઉં ના લોટ માં અધકચરા પીસેલા જીરું અને મરી, મીઠું, હળદર, હિંગ, તથા તેલ એડ કરી બરાબર મિકસ કરી પાણી વડે કણક તૈયાર કરવી. 15 મિનિટ સુધી રેસ્ટ આપવું.

  2. 2

    સ્ટફીંગ બનાવવા માટે બાફેલાં બટેટા ને સમારી લેવા. એક પેન માં વઘાર કરવા માટે તેલ લઈ રાઈ તથા હિંગ નો વઘાર કરવો, તેમાં હળદર, સમારેલા/સ્મેશ કરેલા બટેટા, મીઠું, મરચું, ધાણાજીરું, ચાટ મસાલો એડ કરી મિક્સ કરવું, હવે કસૂરી મેથી મસળીને નાખવી, સાથે ખાંડ તથા લીંબુ નો રસ એડ કરી બધું સારી રીતે મિક્સ કરી લેવું. સ્ટફીંગ ને થોડું ઠંડું થાય ત્યા સુધી સાઈડ પર મુકવું.

  3. 3
  4. 4

    આલુ પરોઠા બનાવવા માટે તૈયાર કરેલી કણક માંથી રોટલી માટે ના બે લુઆ લેવા, તેમાથી બે એકસરખી રોટલી વણવી, હવે એક રોટલી લઈ તેના પર તૈયાર કરેલું 2 ટે.ચમચી જેટલું સ્ટફીંગ રોટલી ની કિનારી છોડી એકસરખું પાથરવું. હવે તેના પર બીજી રોટલી મુકી, કિનારી ને હાથ વડે બરાબર દબાવીને સ્ટફીંગ બહાર ન આવે એ રીતે બંધ કરવી. અને એક બે વેલણ વણી લેવું.

  5. 5
  6. 6

    હવે તવો ગરમ કરવા મુકવું. તેલ લગાવી બંન્ને બાજુ એ પરોઠા શેકી લેવા.

  7. 7

    આલુ પરોઠા તૈયાર છે, તેને દહીં, કેરીનો છૂંદો, અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes