મુઘલાઈ પનીર (Mughlai Paneer Recipe in Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

મનપસંદ સ્વાદિષ્ટ પનીર ની સબ્જી

મુઘલાઈ પનીર (Mughlai Paneer Recipe in Gujarati)

મનપસંદ સ્વાદિષ્ટ પનીર ની સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫થી ૪૦ મિનિટ
ચાર વ્યક્તિ
  1. 4 નંગટામેટાં ની પ્યુરી
  2. ૩ નંગડુંગળીની પેસ્ટ
  3. ૩ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1 વાટકીકાજુ અને ખસખસની પેસ્ટ
  5. 1 વાટકીમલાઈ અથવા ક્રીમ
  6. 1 ચમચીહળદર
  7. ૩ ચમચીધાણાજીરૂ
  8. 1/2ચમચી કાશ્મીરી મરચું પાઉડર
  9. ૧ ચમચીખાંડ (optional છે)
  10. 1 વાટકીખમણેલું પનીર
  11. 1 વાટકીપનીર નાના ચોરસ ટુકડા
  12. 1 ચમચીકસુરી મેથી
  13. 1 ચમચીકિચન કિંગ મસાલો
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. ૧ નાની ચમચીજીરું
  16. 1 ચમચીહિંગ
  17. ૩ ચમચીઘી વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૩૫થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દરેક સામગ્રી તૈયાર કરી એક કડાઈમાં ઘી ગરમ મૂકો તેમાં જીરૂ, હિંગ નાખો અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો સહેજ વાર સાંતળી તેમાં ડુંગળી ની પ્યુરી ઉમેરો. ડુંગળી ની પ્યુરી બરાબર ગુલાબી થાય એટલે તેમાં હળદર,ધાણાજીરૂ ઉમેરી બરાબર મિક્સ કરો અને ટમેટાંની પ્યોરી ઉમેરી અને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો.

  2. 2

    ગ્રેવી સાંતળીને અને ઘી છૂટું પડે એટલે તેમાં કાજુ ખસખસની પેસ્ટ,ખાંડ, મરચું,સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને બરાબર હલાવો.ત્યારબાદ ક્રમશઃ મલાઈ ખમણેલું પનીર અને પનીરના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી પાંચથી સાત મિનિટ ચડવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં કિચન કિંગ મસાલો અને કસુરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરો. ગરમાગરમ મુગલાઈ પનીરને ક્રીમ અને કોથમીર મૂકી ગાર્નિશ કરી તંદૂરી રોટી, પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes