સ્વીટ સ્ટફડ પરવળ વિથ કસ્ટર્ડ (sweet stuffed parval With custrd recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#માઇઇબુક
#પોસ્ટ28
આ મીઠાઈ તમે ક્યારેય ચાખી નહિ હોય...પરવળ માંથી માત્ર શાક જ નથી બનતું પરંતુ તેમાંથી વિવિધ પ્રકારની સરસ મજાની મીઠાઈ પણ બનાવી શકાય છે.એમાં પણ આ તો ઘરમાં રહેલી વસ્તુઓમાં થી જ બની જાય છે, જે મેં અહી રજુ કરી છે

સ્વીટ સ્ટફડ પરવળ વિથ કસ્ટર્ડ (sweet stuffed parval With custrd recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
#પોસ્ટ28
આ મીઠાઈ તમે ક્યારેય ચાખી નહિ હોય...પરવળ માંથી માત્ર શાક જ નથી બનતું પરંતુ તેમાંથી વિવિધ પ્રકારની સરસ મજાની મીઠાઈ પણ બનાવી શકાય છે.એમાં પણ આ તો ઘરમાં રહેલી વસ્તુઓમાં થી જ બની જાય છે, જે મેં અહી રજુ કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વીગ્
  1. 5પરવળ, છાલ ઉતારી સાઈડમાં કટ કરી વચ્ચે થી જાડા બીયા હોય તો કાઢી લેવા
  2. ૧ નાની વાટકીખાંડ
  3. ૧ કપપાણી
  4. સ્ટફિંગ માટે
  5. 2ચમચા માવો, મેં અહી ઘરનો જ માવો વાપર્યો છે
  6. 500એમએલ દૂધ
  7. ૧ નાની વાટકીખાંડ
  8. ૧/૨ ચમચો કસ્ટડ પાઉડર
  9. ૩ નંગબદામ, લાંબી કટ કરેલી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો આપણે બનાવીશું. દૂધને એક તપેલીમાં લઈ ગરમ કરવા મૂકશો તેમાં ખાંડ ઉમેરી થોડીવાર ઉકળવા દેશું. હવે કસ્ટર પાઉડર માં થોડું હૂંફાળું દૂધ ઉમેરી મિક્સ કરી આ ઉકળતા દૂધમાં થોડું થોડું નાખતા જઈ હલાવતા રહેવું. ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. ઠંડુ થાય એટલે ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દેવું. આમ આપણું custard તૈયાર છે

  2. 2

    આપણું કસ્ટર બનતું હોય ત્યારે બીજા ગેસ ઉપર એક તપેલીમાં ખાંડ અને પાણી મિક્સ કરી ગરમ કરવા મૂકવું ખાંડ ઓગળી જાય એટલે તેમાં પરવળ ઉમેરી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દેવા. જરૂર પડ્યે થોડું થોડું પાણી ઉમેરી શકાય. આમ આપણા પરવળ રેડી છે તેને ચાસણીમાંથી બહાર કાઢીને રાખવા.

  3. 3

    હવે જે થોડી ચાસણી બચી છે તેમાં માવા ને ઉમેરી મિક્ષ કરી લેવું. તમને ગમે તો તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી શકો.

  4. 4

    હવે ઠંડા થયેલા પરવળમાં આ માંવાનું સ્ટફિંગ ભરીને રાખવું.

  5. 5

    હવે જ્યારે cursed ઠંડુ થઈ જાય ત્યારે સર્વ કરવા સમયે બાઉલમાં લઈને તેમાં પરવળ ઉમેરી બદામની કતરણથી ગાર્નિશ કરવું. તો તૈયાર છે આપણું સ્વીટ સ્ટફડ પરવળ વિથ કસ્ટર્ડ.. તમે ચાહો તો ચેરી થી અગર તો ચાંદીના વરખ થી ગાર્નીશ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes