ભરેલા પરવળ ( Stuffed parval Recipe in Gujarati

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#EB
#week2
પરવળ એ ખુબ હેલ્ધી શાક છે એને ઘણી રીતે બનાવી શકાય છે એકલા પરવળ ને છોલી ને ઘી માં બનાવવા માં આવે તો એના ગુણ ઘણા વધી જાય છે. પરવળ બટાકા નું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. મેં આજે ભરેલા પરવળ બનાવ્યા છે.. સાથે કાજુ નાખ્યા છે જેથી એનો ટેસ્ટ ખુબ સરસ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250પરવળ
  2. મસાલા માટે
  3. 2 ટેબલ સ્પૂનશીંગદાણા
  4. 2 ટેબલ સ્પૂનકોપરા નું છીણ
  5. 2લીલા મરચાં
  6. 2 ટેબલ સ્પૂનલીલા ધાણા
  7. 1 ટી સ્પૂનલાલ મરચું
  8. 1/2 ટી સ્પૂનહળદર
  9. 1 ટી સ્પૂનખાંડ
  10. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  11. 1 ટેબલ સ્પૂનશેકેલો ચણા નો લોટ
  12. 1 ટેબલ સ્પૂનતેલ
  13. 2ટામેટાં ની પ્યુરી
  14. 1 ટેબલ સ્પૂનકાજુ ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પરવળ ને ધોઈ ને છોલી લો. વચ્ચે થી કટ કરી બીયા કાઢી લો..

  2. 2

    એક બાઉલ માં શીંગ દાણા નો ભૂકો શેકેલો ચણા નો લોટ કોપરા નું છીણ અને બધા મસાલા તેમજ લીલા મરચાં અને ધાણા નાખી મિક્સ લારીઓ જરૂર મુજબ તેલ નાખો..

  3. 3

    એક કડાઈ માં તેલ મુકો અને પરવળ માં મસાલો ભરી ને કડાઈ માં મુકો. ઢાંકી ને પરવળ ને ચડવા દો. ચડી જાય પછી એક બાઉલ માં કાઢી લો.

  4. 4

    ફરી કડાઈ માં તેલ મુકો. વધેલો મસાલો નાખી શેકી લો. ટામેટાં ની પ્યુરી નાખો. જરૂર મુજબ મીઠું અને મરચું નાખો. પરવળ નાખી મિક્સ કરો.. શેકેલા કાજુ ના ટુકડા નાખો. લીલા ધાણા નાખો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes