ભરેલા પરવળ

DrZankhana Shah Kothari
DrZankhana Shah Kothari @cook_17490486

- પરવળ (Pointed gourd), જે Green potato તરીકે પણ ઓળખાય છે.
- મહત્વની વાત કરીએ, તો પરવળ ઘણાં બધાં પોષકતત્વો થી ભરપૂર છે, મુખ્યત્વે, "કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ અને વિટામિન સી" સારા પ્રમાણમાં રહેલું છે.
- આમ તો આ શાક છે, કાકડીનાં સંવર્ગનું જ તે, પણ લોકોમાં કાકડી જેટલું પ્રિય નથી.
- તો, ચાલો આજે આ અણગમા ને દૂર કરવા, તમને પરવળ નું એક સ્વાદિષ્ટ ભરેલું શાક શીખવું.
#ભરેલી

ભરેલા પરવળ

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

- પરવળ (Pointed gourd), જે Green potato તરીકે પણ ઓળખાય છે.
- મહત્વની વાત કરીએ, તો પરવળ ઘણાં બધાં પોષકતત્વો થી ભરપૂર છે, મુખ્યત્વે, "કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ અને વિટામિન સી" સારા પ્રમાણમાં રહેલું છે.
- આમ તો આ શાક છે, કાકડીનાં સંવર્ગનું જ તે, પણ લોકોમાં કાકડી જેટલું પ્રિય નથી.
- તો, ચાલો આજે આ અણગમા ને દૂર કરવા, તમને પરવળ નું એક સ્વાદિષ્ટ ભરેલું શાક શીખવું.
#ભરેલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ - પરવળ (નાના અને કૂણા)
  2. પરવળ માં ભરવાનો મસાલો બનાવવા માટે...
  3. પરવળ માંથી કાઢેલા કૂણા બી સહિતનો માવો
  4. ૧/૨ વાટકી - શેકેલા સીંગદાણા (ફોતરાં કાઢીને)
  5. ૧/૨ વાટકી - તલ
  6. સ્વાદાનુસાર - મીઠું
  7. ૫ ચમચી - ધાણાજીરું
  8. ૪ ચમચી - લાલ મરચું
  9. ૧/૨ ચમચી - હળદર
  10. ૧ ચમચી - ગરમ મસાલો
  11. ૧૨-૧૫ કળી - લસણ
  12. ૧ નંગ - લીંબુ નો રસ
  13. ૧૧/૨ ચમચી - ખાંડ
  14. ૧/૪ કપ - પાણી
  15. વઘાર માટે...
  16. ૩-૪ ચમચી - તેલ
  17. ૧/૪ ચમચી - હીંગ
  18. ૧ કપ - પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પરવળ લઈ, બરાબર ધોઈ, નિતારી, બંને તરફથી ડીટા કાઢી, એક જ તરફથી ઊભો કાપો મૂકી, ફોટામાં દર્શાવ્યાં પ્રમાણે, ચપ્પા વડે, બી સહિતનો માવો કાઢી લો.

  2. 2

    પરવળમાં ભરવાનો મસાલો બનાવવાની રીત :
    - પરવળ માંથી કાઢેલાં બી + માવા ને નાના મિક્ષર જારમાં લઈ, વાટી લો.
    - હવે, તેમાં દર્શાવેલાં અન્ય ઘટકો + ૧/૪ કપ પાણી ઉમેરી, એકરસ લૂગદી જેવું થાય તેવું વાટી લો.

  3. 3

    હવે, આ તૈયાર લૂગદી મસાલાને માવો કાઢી તૈયાર કરેલાં પરવળમા ભરી દો.

  4. 4

    કૂકરમાં, તેલ મૂકી, ગરમ થાય એટલે હીંગ નાખી, ભરેલાં પરવળ ઉમેરી, ૧-૨ મિનિટ સાંતળો.
    - હવે તેમાં બાકીની મસાલા લૂગદી તથા ૧ કપ પાણી ઉમેરી, ૪-૫ સીટી વગાડો.

  5. 5

    ગરમા ગરમ શાક પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
DrZankhana Shah Kothari
DrZankhana Shah Kothari @cook_17490486
પર

ટિપ્પણીઓ

Similar Recipes