ચીઝ ફ્રેન્કી(cheese frankie recipe in Gujarati)

Ami Pachchigar
Ami Pachchigar @cook_22222605
શેર કરો

ઘટકો

  1. લોટ બનાવવા
  2. ૧ કપમેંદો
  3. ૧/૨ કપધઉ નો લોટ
  4. ૨-૩ ચમચી તેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. પાણી જરૂર મુજબ
  7. ટીક્કી બનાવવા
  8. ૫-૬ બાફેલા બટાકા
  9. લીલાં કાંદા
  10. લીલાં વટાણા
  11. ૧ ચમચીમરચું
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૧ ચમચીગરમ મસાલો
  14. ૧ ચમચીધાણાજીરૂ
  15. ૧/૨ ચમચીહીંગ
  16. ૧.૫ ચમચી ફ્રેન્કી મસાલો
  17. કોનૅફલોર
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. તેલ
  20. ફ્રેન્કી બનાવવા
  21. ટોમેટો સોસ
  22. સેઝવાન સોસ
  23. ૧ કપકોબીજ
  24. ૧ કપકાંદા
  25. ૧ કપકેપ્સીકમ
  26. છીણેલું ચીઝ
  27. ફ્રેન્કી મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મેંદો અને ધઉ નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી તેને બાંધી લો તેને ૨૫-૩૦ મીનીટ આરામ આપો.ત્યારબાદ તેની પતલી રોટલી વણી તેને તેને શેક ની વધુ લાલ નહીં થાય.

  2. 2

    અવે બટાકા લઈ તેને બાફી લો બટાકા બફાઈ જાય એટલે બટાકા ની છાલ ઉતારી તેને છુંદી લો ત્યારબાદ એક પેણીમાં તેલ મૂકી તેમાં હીંગ અને લીલાં કાંદા નાખી તેને હલાવી લો ત્યારબાદ તેમાં મીઠું,મરચું,હળદર ધાણાજીરું, ગરમ મસાલો અને ફ્રેન્કી મસાલો નાખી હલાવો અવે તેમાં છુંદો કરેલા બટાકા નાખી મિક્સ કરી લો માવો તૈયાર થાય એટલે તેની ઉભી ટીક્કી બનાવીને કોનૅફલોર લગાવી શેકવું જે થી તે ક્રીસ્પી થાય.

  3. 3

    અવે રોટલી લઈ તેના પર સેઝવાન સોસ અને ટોમેટો સોસ મિક્સ કરી લગાવો ત્યારબાદ તેમાં ટીક્કી મૂકી તેના પર કોબીજ, કાંદા અને કેપ્સીકમ મૂકી ઝીણેલુ ચીઝ નાખી તેનાં ઉપર ફ્રેન્કી મસાલો ભભરાવી દો અવે તેને રોલ‌ કરી તવા પર શેકી લો ત્યારબાદ તેને‌ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Pachchigar
Ami Pachchigar @cook_22222605
પર
#foodie😋 cooking girl😇
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes