ચીઝ સેઝવાન ફ્રેન્કી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.
#goldenapron3
#week5
#wrap

ચીઝ સેઝવાન ફ્રેન્કી

આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.
#goldenapron3
#week5
#wrap

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફ્રેન્કી ની ટિક્કી માટે:
  2. 5 નંગબાફેલા બટાકા નો માવો
  3. 2પેકેટ સેઝવાન ચટણી
  4. 3 નંગઝીણી સમારેલી ડુંગળી
  5. 1 ચમચીલસણ ની પેસ્ટ
  6. મીઠુ સ્વાદમુજબ
  7. 1 ચમચીલાલ મરચુ
  8. ૧/૨ ચમચી હળદર
  9. 2 ચમચીધાણાજીરૂ
  10. 1 ચમચીફ્રેન્કી મસાલો
  11. 2 ચમચીતેલ
  12. 1 ચમચીજીરૂ
  13. કોથમીર
  14. રોટલી ના લોટ માટે:
  15. 3 વાટકીઘઉં નો લોટ
  16. 1 ચમચીતેલ
  17. મીઠું સ્વાદમુજબ
  18. સર્વિંગ માટે
  19. સેઝવાન ચટણી
  20. કોબીજ ની લાંબી કતરણ
  21. ડુંગળી ની લાંબી કતરણ
  22. ફ્રેન્કી મસાલો
  23. ઝીણી સમારેલી કોથમીર
  24. કેચઅપ
  25. 3ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં તેલ લઈ ગરમ થાય એટલે જીરૂનાખવુ ત્યારબાદ તેમા ડુંગળી અને લસણ ની પેસ્ટ સાંતળવી

  2. 2

    ત્યારબાદ એમાં તેમાં ફ્રેન્કી મસાલો અને સેઝવાન ચટણી નાખી બરાબર મિક્ષ કરી બધો મસાલો કરી બરાબર મિક્ષ કરી ૨ મિનિટ ચડવા દેવું

  3. 3

    હવે બટાકા નો માવો નાખી બરાબર મિક્ષ કરી ૫ મિનિટ ધીમા તાપે ચડવા દેવું કોથમીર નાખી બરાબર મિક્ષ કરી લેવું

  4. 4

    હવે માવો ઠંડો કરી લઈ ટિક્કી વાળી તવા પર તેલ મૂકી ટિક્કી શેકી લેવી

  5. 5

    હવે રોટલી ની નરમ કણક બાંધી ૩૦ મિનિટ રેસ્ટ આપી કણક માંથી લુઆ કરી પાતળી રોટલી વણી અધકચરી શેકી લેવી

  6. 6

    હવે તવો ગરમ કરી રોટલી બંને બાજુ શેકી લઈપ્લેટ માં લઈ ઉપર સેઝવાન ચટણી અને કેચઅપ નું મિશ્રણ લગાવી ઉપર ટિક્કી મૂકી ઉપર કાંદી કોબીજ ની સ્લાઈસ અને કોથમીર મૂકી ફ્રેન્કી મસાલો છાંટવો

  7. 7

    હવે ચીઝ છીણી રોલ વાળી લઈ ફરી તવા પર ગરમ કરી કેચઅપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes