હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati)

Devika Panwala
Devika Panwala @cook_23348837

ફેસ પીઝા સોસ નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે, બહુ જલ્દી બની જાય છે ઘરે બનાવો ખુબ જ સરળ છે.
#માઇઇબુક

હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati)

ફેસ પીઝા સોસ નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે, બહુ જલ્દી બની જાય છે ઘરે બનાવો ખુબ જ સરળ છે.
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
4 પિરસવાનું
  1. 6-7 નંગલાલ મોટા ટામેટા
  2. 1મોટી ડુંગળી
  3. 4-5કળી લસણ
  4. 2 ટેબલ સ્પૂનટોમેટો કેચપ
  5. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  6. 1 ટી સ્પૂનઓરેગાનો
  7. 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  8. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  9. 6 નંગતાજા બેસિલ ના પાન, (ઘરમાં તુલસી હોય એ નથી લેવાની.)
  10. 1 ટેબલસ્પૂનકોર્નફલોર
  11. 1 ટી.સ્પૂનખાંડ
  12. 1 ટેબલ સ્પૂનઓલિવ ઓઈલ કે બટર
  13. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    સૌથી પહેલા એક તપેલી માં પાણી ઉકળવા મુકો અને તેમાં ટામેટા ને પાછળ ની સાઈડ પર ક્રોસ કટ કરીને બાફવા મૂકો. પાંચથી દસ મિનિટમાં ટામેટા ની છાલ છૂટી પડવા લાગશે એટલે તેને પાણીમાંથી કાઢી લેવા. અને ઠંડા પાણી માં નાખી દેવા. ટામેટા થોડા ઠંડા થાય પછી તેની છાલ કાઢી લેવી.

  2. 2

    હવે આ ટામેટાને મિક્સર જારમાં લઈને તેની પ્યુરે બનાવી લેવી, આ પ્યુરે ને એક ગરનાં ની મદદ થી ગાળી લેવી. એટલે તેમાં જે બી હશે છૂટા પડી જશે.

  3. 3

    હવે ડુંગળી ને ઝીણી સમારી લેવી, અને લસણને પણ ઝીણો ઝીણો કાપી લેવું,

  4. 4

    હવે એક પેનમાં બટર કે ઓલિવ ઓઈલ નાખી તેમાં કાપેલું લસણ નાખવું લસણને બહુ ફ્રાય નથી કરવાનું, તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી એક મિનિટ માટે ફ્રાય કરવી, પછી તેમાં ટોમેટો પ્યોરી એડ કરવી, એને ઢાંકીને બે મિનિટ માટે કુક કરવી,

  5. 5

    પછી તેમાં ટોમેટો કેચપ, મરી પાઉડર, લાલ મરચું પાઉડર, ખાંડ, હાથેથી તોડીને ફ્રેશ બેસિલ ના પાન નાખીને બરાબર મિક્સ કરવું. તેને એક મિનિટ માટે કુક કરવું.

  6. 6

    એક વાડકીમાં કોર્ન ફ્લોર લઈને તેમાં એક ચમચી પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને પેનમાં રહેલા પીઝા સોસ માં ધીરે ધીરે એડ કરો અને મિક્સ કરતા જવું. તેને એક મિનિટ માટે ચઢવા દેવું. અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવું, ગેસ બંધ કરી દેવો, હવે રેડી છે હોમમેડ પીઝા સોસ. આ સોસ ને ફ્રીઝ માં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devika Panwala
Devika Panwala @cook_23348837
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes