મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)

Sonal Panchal
Sonal Panchal @cook_25536838
Jubail Saudi rabia

#ઓગસ્ટ
પીઝા એક એવી વાનગી કે જે સાદી ભાષામાં ભાખરી પર કાચી શાકભાજી મૂકી ને ખાવાની બરાબર ને ! પરંતુ બાળકો ને બધાને ડિફરેન્ટ ગમતું હોય છે વસ્તુ એજ પણ અલગ રીતે એને બનાવો એટલે બાળકો ખુશ એમાંય મોટા થોડો સાથ આપે એટલે જોવાનું જ નઇ.

મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)

#ઓગસ્ટ
પીઝા એક એવી વાનગી કે જે સાદી ભાષામાં ભાખરી પર કાચી શાકભાજી મૂકી ને ખાવાની બરાબર ને ! પરંતુ બાળકો ને બધાને ડિફરેન્ટ ગમતું હોય છે વસ્તુ એજ પણ અલગ રીતે એને બનાવો એટલે બાળકો ખુશ એમાંય મોટા થોડો સાથ આપે એટલે જોવાનું જ નઇ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
બે વ્યક્તિ
  1. 1 કપમૈંદા
  2. 2 ટે સ્પૂનમિલ્ક પાઉડર
  3. 1 ટી સ્પૂનખાંડ
  4. 1/2 ટી સ્પૂનમીઠું
  5. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  6. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. 2 ટે સ્પૂનમોરૂ દહીં
  8. 2 ટી સ્પૂન ઓઇલ (ઓલિવ ઓઇલ /ઘરે જે વપરાતા હોય તે)
  9. 1/4 કપપાણી
  10. (ઓરેગાનો, ચીલી ફ્લેક્સ,મરી પાઉડર,બેસિલ લીવ્સ, અજમો) ઓપ્શનલ છે પણ મારી રેસિપી માં વાપરેલ છે
  11. ટોપિંગ માટે : પીઝા સોસ, કલરફુલ કૅપ્સિકેમ (લીલા,પીળા,લાલ,કેસરી), ટામેટાં, ઓલીવ્સ, પીઝા ઓઇલ (ઓલિવ ઓઇલ માં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ,મરી પાઉડર,બેસિલ લીવ્સ,ચાટમસાલો)

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    બધીજ સામગ્રી ભેગી કરી ભાખરી જેવો લોટ બાંધી લેવો, વધારે કઠણ નહિ અને રોટલી જેવો પણ નહિ

  2. 2

    અડધા કલાક માટે ઢાંકી ને મૂકી દો, પછી ભાખરી ની જેમ વણી લો, નાના કાંઠલા કે ગ્લાસ ની મદદ થી નાના ગોળ પૂરી જેવા કાપી લો

  3. 3

    હવે આ મીની પીઝા ને પેહલા ઓવેન કે ગેસ પર એલ્યૂમીનિમ કઢાઈ માં કાંઠલા પર થાળી મૂકીને કે પછી ગેસ પર લોઢીમાં ભાખરી શેકીએ એવી રીતે શેકી લો.

  4. 4

    પીઝા સોસ અને બધા વેજિટેબલ્સ ટોપિંગ કરીદો. એની ઉપર મોઝરેલા ચીઝ, ઓલીવ્સ અને પીઝા ઓઇલ લગાવી દો. પ્રિ હીટ ઓવન (૧૦ min ૧૮૦ ડિગ્રી સેન્ટ.) માં મૂકી દો. ૧૦ min માટે મૂકવું.

  5. 5

    ૧૦ min પછી ઓવેન માંથી કાઢી લો અને પીઝા રેડી ફોર ઈટ.

  6. 6

    નોટ :આજ રેસિપી મોટા પીઝા માટે પણ એપ્લાય કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Panchal
Sonal Panchal @cook_25536838
પર
Jubail Saudi rabia

Similar Recipes