શ્રાવણ માસ થાળી(upvas thali recipe in Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#ઉપવાસ શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો જેમાં અલગ-અલગ તહેવાર આવે છે ને આપણે ઉજવીએ છીએ અને શ્રાવણ મહિનામાં ફરાર કરવાની પણ એટલી જ મજા આવે છે આજે મેં શ્રાવણ માસ નિમિત્તે ફરાળી થાળી બનાવેલ છે.

શ્રાવણ માસ થાળી(upvas thali recipe in Gujarati)

#ઉપવાસ શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો જેમાં અલગ-અલગ તહેવાર આવે છે ને આપણે ઉજવીએ છીએ અને શ્રાવણ મહિનામાં ફરાર કરવાની પણ એટલી જ મજા આવે છે આજે મેં શ્રાવણ માસ નિમિત્તે ફરાળી થાળી બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50-60 મીનીટ
3-4 વ્યક્તી માટ
  1. રાજગરો ના ચેવડો માટે ને સામગ્રી -
  2. 250 ગ્રામરાજગરાનો લોટ
  3. 2 ચમચીમરચું પાઉડર
  4. 1 ચમચીતેલ મોણ માટે
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 નંગબાફેલું બટેટુ
  7. 2 ચમચીદહીં
  8. બાંધવા માટે જરૂર મુજબ પાણી
  9. તળવા માટે તેલ
  10. 1 કપબટેટા નું ખમણ
  11. 1 કપકંદ નુ ખમણ
  12. 1/4 કપસીંગદાણા
  13. ૨ ચમચીખાંડ નો ભૂકો
  14. 2 ચમચીઘી
  15. 1/4 કપમખ્ખાના
  16. 1/4 કપકાજુ અને બદામ
  17. વઘાર માટે મીઠો લીમડો અને બે તીખા મરચા
  18. સાબુદાણાની ખીચડી બનાવવા માટે ના ઘટકો
  19. 1 કપસાબુદાણા
  20. 2 નંગબટેટા
  21. 1/4 કપસીંગદાણા
  22. ૩ ચમચીતેલ
  23. 1/4 ચમચીજીરૂ
  24. 8-10પાન મીઠો લીમડો
  25. 2 નંગલીલા મરચા
  26. નાનુ કટકો આદું
  27. સ્વાદ અનુસારમીઠું
  28. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  29. 1 ચમચીધાણાજીરું પાઉડર
  30. 2 ચમચીખાંડ
  31. 1/2લીંબુ
  32. બટેટાની ચિપ્સ શાક બનાવવા માટે ના ઘટકો
  33. ૩ નંગબટેટા
  34. 2 ચમચીતેલ
  35. 1 ચમચીઆખું જીરૂ
  36. 5-6મીઠા લીમડાના પાન
  37. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  38. સ્વાદ અનુસારમીઠું
  39. 1 ચમચીધાણાજીરું પાઉડર
  40. જરૂર મુજબ પાણી
  41. સર્વ કરવા માટે દહીં, લીલું મરચું અને લીંબુ

રાંધવાની સૂચનાઓ

50-60 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ રાજગરા નો લોટ લઈ તેમાં નમક, દહીં, લાલ મરચું પાઉડર, બાફેલુ બટેટુ નાખી લોટ બાંધી લો. પછી..એક લોયા માં ગેસ ઉપર તેલ ગરમ મૂકો. તેમાં સેવ ના સંચા વડે રાજગરા ના લોટ માંથી સેવ તૈયાર કરી લો.

  2. 2

    સેવ કર્યા બાદ તેમાં બટેટાની ખમણ, કંદ નું ખમણ સીંગદાણા અને તારી લો. એક કડાઈમાં ઘી મૂકી તેમાં મખ્ખાના, કાજુ અને બદામ શેકી લો. હવે ચેવડા ની બધી સામગ્રી મિક્સ કરી તેમાં ખાંડ નો ભૂકો નાખી મિક્ષ કરો. ત્યારબાદ તીખા લીલા મરચાં અને લીમડાનો વઘાર કરો. બધું સરસ રીતે મિક્સ કરી એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

  3. 3

    તો તૈયાર છે ફરાળી રાજગરાના લોટનો ચેવડો.

  4. 4

    સાબુદાણાની સારી રીતે ધોઈ લો. ૩ થી ૪ કલાક પલાળી લો. સિંગદાણા ને સેકી લો. તેની છાલ ઉતારી લો. મિક્સર માં ક્રશ કરી લો.એક પેનમાં તેલ ઉમેરી તેમાં જીરું, લીલું મરચું અને મીઠા લીમડાના પાન નાખો. હવે તેમાં બટેટા નો વઘાર કરો અને ધીમા ગેસ પર ચડવા દો. બટેટા ચડવા આવે ત્યારબાદ તેમાં સાબુદાણા ઉમેરો. હવે ખાંડ, મીઠું,‌મરચુ પાઉડર,ખમણેલું આદુ,ઉમેરો અને તેને સારી રીતે હલાવો. હવે તેમાં સીંગદાણાનો ભૂકો ઉમેરો. ૨ થી ૩ મિનીટ સુધી હલાવો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરો. તૈયાર છે સાબુદાણાની ખીચડી.

  5. 5

    બટેટાની ચિપ્સ નું શાક બનાવવા માટે કુકરમાં તેલ મૂકી તેમાં જીરું,મીઠો લીમડો નો વઘાર કરો ત્યારબાદ તેમાં બટેટા ની ચિપ્સ નાખી બે મિનિટ માટે સાંતળો હવે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું ધાણાજીરું નાખી મિક્સ કરો. મસાલો સરસ શેકાય ગયા બાદ તેમાં થોડું પાણી નાખી કૂકરમાં બે વ્હિસલ કરી કુકર બંધ કરી દો તો તૈયાર છે બાફેલા ચિપ્સ નું બટેટાનું શાક...

  6. 6

    હવે શ્રાવણમાં સ્પેશિયલ ફરાળી પ્લેટર તૈયાર છે. પ્લેટર માં સાબુદાણાની ખીચડી, બાફેલા બટેટાની ચિપ્સ નું શાક, રાજગરાની ચેવડો ને દહીં અને મરચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes