મકાઈનું શાક(makai nu saak recipe in Gujarati)

Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481

#માઇઇબુક પોસ્ટ ૧૫ હેલો ફ્રેન્ડ્સ આજે ખુબ જ સરસ મકાઈનું શાક લઈને આવી છું. અત્યારે મકાઈ ખુબ જ સરસ અને તાજી મળે છે અને આવા સમયમાં મકાઈનું શાક ખાવાની ઓર મજા આવે છે.

મકાઈનું શાક(makai nu saak recipe in Gujarati)

#માઇઇબુક પોસ્ટ ૧૫ હેલો ફ્રેન્ડ્સ આજે ખુબ જ સરસ મકાઈનું શાક લઈને આવી છું. અત્યારે મકાઈ ખુબ જ સરસ અને તાજી મળે છે અને આવા સમયમાં મકાઈનું શાક ખાવાની ઓર મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. મકાઈ બાફવા માટે
  2. 1 કપમકાઈ ના દાણા
  3. ૧/૪ટી સ્પૂનહળદર
  4. ૧/૨ટી સ્પૂનખાંડ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. શાક માટે
  7. 3 tbspતેલ
  8. 1 ટેબલસ્પૂનબટર
  9. ૧/૨ ટી સ્પૂનજીરુ
  10. લસણની કળી ૫ થી ૬
  11. 1 ઇંચઆદુનો ટુકડો
  12. 2 ચમચીલીલા મરચાં
  13. 2નાની સાઇઝની ડુંગળી
  14. ૧/૨હળદર
  15. 2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  16. 1 ટેબલ સ્પૂનધાણાજીરું પાઉડર
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ૫-૬ સમારેલા ટામેટા
  19. ૧/૨ કપટામેટાં પિયુરી
  20. ૧/૪કાજુની પેસ્ટ
  21. 1/2ચમચી ગરમ મસાલો
  22. 1/2ચમચી કસુરી મેથી
  23. ૧/૪ કપકોથમરી
  24. ગાર્નીશિંગ માટે
  25. ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ મકાઈના દાણા બાફી લો. દાણા બાફતી વખતે તેની અંદર મીઠું ખાંડ અને હળદર ઉમેરી. ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળી લો.

  2. 2

    હવે એક કડાઈમાં 3 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન બટર નાખો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જીરુ અને લસણ આદુ અને લીલા મરચા ઉમેરો. ત્યારબાદ તેની અંદર સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર અને મીઠું ઉમેરો. ત્યારબાદ સમારેલા ટામેટાં અને ટમેટાની પ્યુરી ઉમેરો. તેલ છૂટે નહિ ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે કાજુની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ બાફેલી મકાઈ ઉમેરી સાંતળો. ત્યારબાદ કસૂરી મેથી અને ગરમ મસાલો એડ કરો. અને કોથમરી નાખીને બેથી પાંચ મિનિટ સાંતળો.

  4. 4

    હવે આ શાકને એક બાઉલમાં કાઢી ચીઝથી ગાર્નિશિંગ કરો. આ શાક રોટી અને નાન સાથે ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481
પર

ટિપ્પણીઓ

Similar Recipes