ફરાળી પાર્સલ વિિથ  સુરણ નું રાઇતું (Farali Parcel  with suran nu raitu recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#ફરાળી
#માઇઇબુક
#પોસ્ટ30
નો યીસ્ટ નો ઓવન.....વિના જ બનાવી છે મેં આ ડિશ. ઘણા બધાની જીંગી પાર્સલ ની પોસ્ટ જોઇને મને પણ થયું કે ચાલો હું પણ એક ફરાળી પાર્સલ બનાવું... અને મારી વધુ પડતી વાનગીઓ હેલ્થી હોય છે.. તો મે આમાં પણ એમ જ કર્યું છે... હેલ્ધી અને ટેસ્ટી...

ફરાળી પાર્સલ વિિથ  સુરણ નું રાઇતું (Farali Parcel  with suran nu raitu recipe in Gujarati)

#ફરાળી
#માઇઇબુક
#પોસ્ટ30
નો યીસ્ટ નો ઓવન.....વિના જ બનાવી છે મેં આ ડિશ. ઘણા બધાની જીંગી પાર્સલ ની પોસ્ટ જોઇને મને પણ થયું કે ચાલો હું પણ એક ફરાળી પાર્સલ બનાવું... અને મારી વધુ પડતી વાનગીઓ હેલ્થી હોય છે.. તો મે આમાં પણ એમ જ કર્યું છે... હેલ્ધી અને ટેસ્ટી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60મિનિટ
3 સર્વિગ્
  1. ઉપરના પડ માટે
  2. 1બાઉલ રાજગરાનો લોટ
  3. 1/2બાઉલ સાબુદાણા
  4. 1/2બાઉલ સાંબો
  5. આ ત્રણેયને મિક્સરમાં પીસીને લોટ લેવાનો
  6. 1ચમચો દહીં
  7. 3ચમચા દૂધ
  8. 1/4 ચમચીપૅપ્રિકા
  9. 1ચમચો ઘી
  10. 1/2થી થોડું વધારે ઈ નો નું પે ક
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. સ્ટફિંગ માટે
  13. 2ચમચા દૂધી ના કટકા બાફેલા
  14. 3ચમચા સુરણ ના કટકા બાફેલા
  15. 2ચમચા કાચા કેળા ના કટકા બાફેલા
  16. 2ડાળી ફુદીનાના પાન ધોઈને સમારી લેવા
  17. 1ડાળી લીમડા ના પાન ધોઈને સમારી લેવા
  18. 1ચમચો બટ ર
  19. 1/2 ચમચીમરી પાાઉડર
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. સોતે કરેલા કેપ્સીકમ માટે
  22. 1ચમચો લીલા કેપ્સિકમ ની લાંબી સ્લાઈસ
  23. ચમચો પીળા કેપ્સિકમની સ્લ્લા ઈ સ
  24. 1ચમચો લાલ કેપ્સિકમની સ્લાઈસ
  25. 1ચમચો બટર
  26. સુરણ નુ રાઇતું માટે
  27. 1બાઉલ દહીં
  28. 11/2ચમચો બાફીને મેશ કરેલું સૂરણ
  29. 1 ચમચીપૅપ્રિકા
  30. 1/2 ચમચીખાંડ
  31. મીઠું સ્વાદ અનુસાર
  32. બટર...ફરાળી પાર્સલ બની જાય પછી લગાવવા માટે
  33. સાથે મેંગો નું પીણું સર્વ કર્યું છે
  34. ચમચા મેંગો ની ચાસણી
  35. લીંબુનો રસ
  36. 1/2 ચમચીસંચળ પાઉડર
  37. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

60મિનિટ
  1. 1

    સૌપ્રથમ તો રાયતા માટેની બધી વસ્તુઓ એક મોટા બાઉલમાં લઈ સરખું મિક્સ કરી ફ્રિઝમાં ઠંડુ કરવા મૂકી દેવું. આમ તૈયાર થશે આપણું સુરણ નુ રાયતુ....

  2. 2

    સૌપ્રથમ પણ માટેની બધી સામગ્રી મિક્સ કરી કણક તૈયાર કરવો. તેને એક બાઉલમાં ઢાંકીને 1/2કલાક માટે મુકી રાખો. ત્યાર બાદ એક કડાઈમાં બટર મૂકી લીમડો નાખી બાફેલા દુધી સૂરણ અને કેળા ઉમેરી મિક્સ કરવું. ત્યારબાદ તેમાં ફુદીનો અને મરી મીઠું ઉમેરવું. સરખું મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. ફરી એક કડાઈમાં બટર લઈ બેલ પેપર ઉમેરી 1 મિનીટ માટે સાથે ગેસ બંધ કરી દેવો. 1/2કલાક બાદ લોટમાંથી ત્રણ સરખા લૂઆ કરી મોટી પૂરી પ્લાસ્ટિક રાખીને બનાવવી.

  3. 3

    હવે આ પૂરીમાં પહેલા વાળું પુરણ મૂકવું તેની ઉપર કેપ્સીકમ મુકવા અને પછી ત્રણેય બાજુ થી ધીમે ધીમે પ્લાસ્ટિક સાથે રાખી વાળવું પછી પ્લાસ્ટિક કાઢી લેવું. આ રીતે બધા બનાવી ગ્રીસ કરેલી પ્લેટ મા રાખી, ફરી અડધો કલાક માટે રેસ્ટ આપવો. એક મોટા જા ડી કડાઈમાં નીચે મીઠું મૂકી દસ મિનિટ માટે ધીમા તાપે ગેસ ઉપર ઢાંકીને રાખવું. ત્યારબાદ તેમાં કાંઠો મૂકી પાર્સલ વાળી પ્લેટ માં રાખી ઢાંકીને 20 થી 25 મિનિટ ધીમા પણ મીડીયમ તાપે રાખવું. ત્યારબાદ તેને ટર્ન કરી દસેક મિનીટ માટે રાખવું. તેમાંથી કાઢી ઉપર બટર લગાવવું....

  4. 4

    તો તૈયાર છે આપણું ફરાળી પાર્સલ... તેને સૂરણના રાયતા સાથે સર્વ કરો... છેલ્લે મસ્ત... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો....

  5. 5

    મેંગો ના ડ્રિંકસ માટેની બધી વસ્તુઓ એક મોટા વાસણમાં લઈ મિક્સ કરી ફ્રીઝમાં ઠંડું કરવા મૂકી દેવું, ફરાળી પાર્સલ તૈયાર જાય ત્યારે તેની સાથે સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes