લાદી પાઉં(ladi pav recipe in gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

#માઇઇબુક

પાઉં જોઈ ને લાગે કે ઘરે બેકરી જેવા નહિ બને પણ બેકરી થી પણ સરસ પાઉં ઘરે જ બનાવી શકાય છે. તો આજે પાઉં કઈ રીતે બનાવા તે જોઈ.

લાદી પાઉં(ladi pav recipe in gujarati)

#માઇઇબુક

પાઉં જોઈ ને લાગે કે ઘરે બેકરી જેવા નહિ બને પણ બેકરી થી પણ સરસ પાઉં ઘરે જ બનાવી શકાય છે. તો આજે પાઉં કઈ રીતે બનાવા તે જોઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ - ૨૦ મિનિટ
૩ લોકો
  1. ૩/૪ કપ નવશેકું ગરમ દુધ
  2. ૨ tspડ્રાય યીસ્ટ
  3. ૧ tbspખાંડ
  4. ૨ કપમેંદો
  5. ૨ tbspમિલ્ક પાઉડર
  6. ૧ tspમીઠું
  7. ૨ tbspબટર

રાંધવાની સૂચનાઓ

૧૫ - ૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં દુધ લઈ તેમાં યીસ્ટ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવું. પછી તેને ૧૦ મિનિટ માટે ઢાંકી ને રાખવું જેથી યીસ્ટ એક્ટિવ થઈ જાય. ૧૦ મિનિટ પછી મિશ્રણ માં બબ્લસ થવા લાગશે એટલે કે યીસ્ટ એક્ટિવ થઈ ગયું છે. હવે તેને વપરાશ માં લઇ શકાય છે.

  2. 2

    હવે પ્લેટફોર્મ પર જ મેંદો, મિલ્ક પાઉડર, મીઠું લઈ ને બરાબર મિક્સ કરો. હવે તેમાં દુધ નું યીસ્ટ વારું મિશ્રણ નાખવું. હવે તેને બરાબર મિક્સ કરવું. હવે લોટ બાંધો જરૂર લાગે તો પાણી નાખવું. લોટ ઢીલો રાખવાનો છે.

  3. 3

    હવે તેને ૮ મિનિટ બરાબર મસળવાનું છે. પછી તેમાં બટર નાખવું. બટર નાખ્યા પછી પાછું ૮ - ૧૦ મિનિટ મસળવાનું છે.

  4. 4

    હવે એક મોટા વાસણ ને બટર થી ગ્રીસ કરી ને લોટ ને તેમાં રાખવો. હવે એક નપકીન લઈ તેને ભીનો કરી ને વાસણ ને ઢાંકી દેવું. ૧ કલાક રેસ્ટ આપવાનું છે લોટ ફૂલી ને ડબલ થઈ જશે.

  5. 5

    હવે એક બેકિંગ ટ્રે લઇ ને તેને બટર થી ગ્રીસ કરી લો. ૧ કલાક પછી લોટ ને વાસણ માંથી કાઢી ને થોડું મસળી લેવું. પછી તેના લુઆ બનાવી બેકિંગ ટ્રે માં ગોઠવો. હવે પાછું એક નેપકીન લઈ તેને ભીનો કરી લે અને બેકિંગ ટ્રે ને તેના થી ઢાંકી દો. પાછું ૧ કલાક રેસ્ટ આપવાનું છે. લુઆ ફૂલી ને ડબલ થઈ જશે.

  6. 6

    પછી ઓવેન ને ૨૦૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે પ્રી હિટ કરો. હવે લુઆ પર દુધ લગાવો. હવે બેકિંગ ટ્રે ને ઓવેન માં ૧૫ - ૨૦ મિનિટ માટે બેક કરવા મુકવી. બેક થઈ જાઈ એટલે તેના પર બટર લગાવો અને ભીના નેપકીન થી ઢાંકી ને ઠંડુ થવા દો.

  7. 7

    ઠંડુ થઈ જાય એટલે આપણા લાદી પાઉં તૈયાર છે. બેકરી થી પણ સરસ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર
Jamnagar

ટિપ્પણીઓ

Similar Recipes