ઘઉં ના લોટ ની મીઠી પૂરી(mithi puri recipe in gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#સાતમ
ફ્રેન્ડ્સ, જનરલી આ પૂરી સાતમ ની રસોઇ માં ચોક્કસ બનાવવા માં આવે છે. તેમ છતાં ખુબ જ પૌષ્ટિક એવી આ પૂરી રેગ્યુલર નાસ્તા માટે પણ બનાવી શકાય છે. આ પૂરી માં ગોળ નો ઉપયોગ કરેલ હોય બાળકો માટે પણ ખુબ જ પૌષ્ટિક રહેશે તેમજ ઘી સાથે આ પૂરી સર્વ કરશો તો ચોક્કસ બઘાં ને ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉંનો ઝીણો લોટ
  2. ૩ ચમચીતેલ મોણ માટે
  3. ૩/૪ છીણેલો ગોળ
  4. ૧/૨ કપપાણી
  5. તળવા માટે તેલ
  6. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ગોળ અને અડઘો કપ પાણી ઉમેરી મિક્સ કરી ઓગાળી લેવો. ત્યારબાદ એક બાઉલમાં લોટ,તેલ નું મોણ અને ગોળ નું પાણી ઉમેરી મિક્સ કરી લેવું.

  2. 2

    સાદું પાણી જરુર પડે તો જ ઉમેરવું અને પરોઠા જેવો લોટ બાંધવો. તેમાં થી નાનાં નાનાં ગુલ્લા બનાવી લેવા.

  3. 3

    હવે થોડી જાડી પૂરી વણી ફૉક વડે કાણાં પાડી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લેવી. તૈયાર છે મીઠી પૂરી જે ઘી સાથે ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes