મગદાળ ખસ્તા કચોરી (mug dal khasta kachori recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#વેસ્ટ #રાજસ્થાન
પરંપરાગત રાજસ્થાની કયુઝીન માં ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસતા કચોરી બનાવી છે. તેમાંથી ચાટ પણ બનાવી શકાય છે.

મગદાળ ખસ્તા કચોરી (mug dal khasta kachori recipe in gujarati)

#વેસ્ટ #રાજસ્થાન
પરંપરાગત રાજસ્થાની કયુઝીન માં ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસતા કચોરી બનાવી છે. તેમાંથી ચાટ પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
5 વ્યક્તિ
  1. કચોરી ના સ્ટફિંગ માટે :
  2. 2 કપમગ ની મોગર દાળ
  3. 2 ચમચીઆખા ધાણા (અધકચરા વાટેલા)
  4. 2 ચમચીવરીયાળી
  5. 1 ચમચીશેકેલું જીરું
  6. 1 ચમચીઅધકચરા વાટેલા મરી
  7. 2 મોટી ચમચીચણા નો લોટ
  8. ૨ ચમચીખાંડ
  9. ચપટીહિંગ
  10. 1/4 ચમચીલીંબુ ના ફૂલ
  11. 4લીલા મરચા બારીક સમારેલા
  12. 2 ચમચીઆદુ ની પેસ્ટ
  13. 1 ચમચીહળદર
  14. 1 ચમચીજીરું પાઉડર
  15. 2 ચમચીલાલ મરચું પાઉડર
  16. 1 ચમચીધાણાજીરૂ
  17. ૧ ચમચીગરમ મસાલો
  18. મીઠું સ્વાદ મુજબ
  19. 4 ચમચીતેલ (મસાલો શેકવા માટે)
  20. કચોરી તળવા માટે :
  21. તેલ
  22. લોટ બાંધવા માટે :
  23. 2 કપમેંદો
  24. 1 ચમચીઅજમો
  25. 4ચમચા ઘી મુઠ્ઠી પડતું
  26. મીઠું સ્વાદાનુસાર
  27. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    મગની દાળને બે-ત્રણ વખત ધોઈને બે કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી તેમાંથી પાણી નિતારી લો.

  2. 2

    મગની દાળને મિક્સરમાં ત્રણથી ચાર સેકન્ડ માટે દર દરું પીસી લો. દાણા રહે તેવું પીસવું. તેને એક બાઉલમાં કાઢીને એક બાજુ મૂકી દો.

  3. 3

    હવે પેન માં તેલ મૂકીને તેમાં જીરું, આખા ધાણા, મરી અને વરિયાળી ને ધીમે તાપે શેકી લો. પછી તેમાં લીલા મરચાં એડ કરો.આદુની પેસ્ટ એડ કરો પછી તેમાં ચણાનો લોટ ઉમેરી સુગંધ આવે ત્યાં સુધી બે થી ત્રણ મિનિટ શેકવા દો.

  4. 4

    પછી તેમાં મગની મોગર દાળ ઉમેરી બરાબર શેકી લો.તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, જીરૂ પાઉડર,ગરમ મસાલો, લીંબુનાં ફૂલ અને ખાંડ એડ કરી બરાબર હલાવી લો.

  5. 5

    મિશ્રણ છૂટું પડે ત્યાં સુધી ધીમી આંચ પર સતત હલાવતા રહેવું. મિશ્રણ કોરું પડે એટલે ગેસ બંધ કરી દો. કચોરી માટે નું સ્ટફિંગ તૈયાર છે. હવે તેને પંદરથી વીસ મિનિટ ઠંડું થવા દો.

  6. 6

    સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધીમાં લોટ બાંધી લઈએ. મેંદાના લોટમાં અજમો, મીઠું, ઘી નું મૂઠી પડતું મોણ અને જરૂર મુજબ પાણી એડ કરીને નરમ લોટ બાંધી લો.

  7. 7

    લોટમાંથી નાની પૂરી વણો અને તેમાં સ્ટફિંગ ભરીને કચોરી વાળી લેવી અને હાથથી દબાવીને સહેજ મોટી સાઇઝ કરવી.

  8. 8

    કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ માં ધીમા તાપે કચોરી બંને સાઇડ સરખી તળો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી કચોરી તૈયાર છે.

  9. 9

    ખસ્તા કચોરી ને ફુદીના થી ગાર્નિશ કરો. ખસ્તા કચોરીને લીલી ચટણી ગળી ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes