મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)

Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee

#સુપરશેફ4
પરંપરાગત રાજસ્થાની ક્યુઝીનમાં, ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. રાજસ્થાની ક્યુઝીન તેના બિકાનેરી ભુજિયા, મિર્ચી બડા અને પ્યાજ કચોરી જેવા નાસ્તા માટે પણ જાણીતું છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જાહેર કરાયેલા ૨૦૧૪ના સર્વે અનુસાર, રાજસ્થાનમાં 74.9% શાકાહારીઓ છે, જે તેને ભારતનું સૌથી શાકાહારી રાજ્ય બનાવે છે. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસ્તા કચૌરી બનાવી છે. અને તેમાંથી કચોરી ચાટ બનાવી છે. #ચાટ #દાલ #કચોરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. કણક બાંધવા માટે
  2. ૧ કપમેંદાનો લોટ
  3. 1 ટેબલસ્પૂનતેલ
  4. જરૂર મુજબ ઠંડુ પાણી
  5. કચોરીનુ સ્ટફિંગ બનાવવા માટે
  6. ૧ કપમગની મોગર દાળ
  7. ૧ ટેબલસ્પૂનતેલ-ઘી
  8. ૧ ટેબલસ્પૂનસફેદ તલ
  9. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરૂ પાઉડર
  10. ૧ ટીસ્પૂનઆદુ મરચાની પેસ્ટ, ગરમ મસાલો, ખાંડ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. તળવા માટે
  13. ૪ ટેબલસ્પૂનતેલ
  14. ચાટ બનાવવા માટે
  15. ૩ નંગખસ્તા કચોરી
  16. ટેબલસ્પુન મીંઠુ દહીં
  17. ટીસ્પુન કોથમીર મરચાની ચટણી, આમલીની ચટણી
  18. જરૂર મુજબ ઝીણી સેવ, દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક બાઉલમાં મેંદાનો લોટ લઈ મુઠ્ઠી વળે તેટલું તેલ નું મોણ નાખી ઠંડા પાણી વડે નરમ કણક બાંધી લો. પછી તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે રેસ્ટ આપો.

  2. 2

    તે દરમ્યાન એક બાઉલમાં તેલ-ઘી મૂકી, રાઇ-જીરુંનો વઘાર કરો. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ લાલ મરચું પાઉડર હળદર પાઉડર તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. પછી તેમાં મગની દાળ, ગરમ મસાલો અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. મિશ્રણ ઠંડુ પડે એટલે તેને મિક્સર જારમાં લઇ પીસી નાખો. તૈયાર થયેલ સ્ટફિંગમાં તલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે મેંદાના લોટની કણક ના ગોળા વાળી લો. તે બાદ તેમાંથી પૂરી જેટલુ વણી લઇ તેમાં વચ્ચે મગની દાળનુ સ્ટફિંગ મૂકી કચોરી વાળી લો. આ રીતે તૈયાર થયેલ કચોરીને ધીમા તાપે, ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેલમાં તળી લો. તો તૈયાર છે કરારી ચટપટી મગદાળની ખસતા કચોરી...........

  4. 4

    ચાટ બનાવવા માટે એક ડિશમાં ૨-૩ કચોરીના કટકા કરી તેની પર મીંઠુ દહીં, કોથમીર મરચાની ચટણી, આમલીની ચટણી તથા સેવ અને દાડમના દાણા ઉમેરી સ્વાદિષ્ઠ ચાટ બનાવો. કચોરી ચાટ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee
પર

Similar Recipes