ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#MW3
કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.

ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)

#MW3
કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6- 7નંગ
  1. લોટ બાંધવા માટે:
  2. 200ગ્રામ મેંદો
  3. તેલ જરુર મુજબ
  4. 1/4 ટી સ્પૂનઅજમો
  5. મીઠું સ્વાદ મુજબ
  6. પાણી જરુર મુજબ
  7. સ્ટફીંગ માટે:
  8. 100ગ્રામ પલાળેલી મગની પીળી દાળ
  9. 3 ટે સ્પૂનતેલ
  10. 1 ટે સ્પૂનઆખા ધાણા
  11. 1/2 ટી સ્પૂનવરીયાળી
  12. 2 ટે સ્પૂનચણાનો લોટ
  13. 1/2 ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  14. 1/2 ટી સ્પૂનહળદર
  15. 1/4 ટી સ્પૂનહિંગ
  16. 1/4 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  17. 1/2 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  18. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  19. 1/2 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  20. 1/4 ટી સ્પૂનતલ
  21. મીઠું સ્વાદ મુજબ
  22. સવિૅંગ માટે:
  23. મીઠી ચટણી
  24. લીલી ચટણી
  25. ડુંગળી
  26. દહીં
  27. ઝીણી સેવ
  28. કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ મગની દાળ ને ચારણી મા નાખી બધુ પાણી નિતરવા મૂકી દેવું. હવે લોટ બાંધવા માટે એક વાસણમાં લોટ, સ્વાદ મુજબ મીઠું, અજમો, મુઠ્ઠી પડતું તેલ નુ મોણ નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે જરુર મુજબ પાણી નાંખી પરોઠા જેવો લોટ બાંધી 30 મિનિટ લોટ ને વિસમવા દો.

  2. 2

    હવે મગની દાળ ને મિક્સરમાં પાણી વગર અધકચરી ક્રશ કરી લો.હવે એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં કચરેલા ધાણા અને વરીયાળી નાખી જરા સાંતળી તેમાં ચણાનો લોટ નાખી મિક્સ કરી લોટની સુગંધ આવે ત્યાં સુધી ધીમે તાપે શેકો.હવે તેમાં હળદર,મીઠું,લાલ મરચું પાઉડર, ધાણા જીરું,શેકેલા જીરાનો પાઉડર,ગરમ મસાલો,આમચૂર પાઉડર નાખી મિક્સ કરી ધીમે તાપે જરાક સાંતળો.હવે તેમાં ક્રશ કરેલી મગની દાળ નાખી સરખી રીતે મિક્સ કરી 5 મિનિટ ધીમે તાપે સાંતળો.હવે મિશ્રણ છુટુ પડે એટલે ગેસ બંધ કરી દો. હવે મિશ્રણ ઠંડુ પડે એટલે તેના નાના ગોળા બનાવી લો.

  3. 3
  4. 4

    હવે લોટમાંથી મિડિયમ સાઈઝના લૂવા કરી તેની મિડિયમ સાઇઝની પૂરી વણી લઈ તેમાં મસાલો મૂકી કચોરી સીલ કરી હળવે હાથે 1-2 વાર કચોરી વણી લેવું.આ રીતે બધી કચોરી બનાવી લેવી.

  5. 5

    હવે એક કઢાઈ માં તેલ ગરમ થવા મૂકો. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં કચોરી નાખી ધીમે તાપે તળવી. કચોરી તેની જાતે ફૂલીને ઉપર આવે એટલે તેને બીજી સાઈડ ફેરવી બને બાજુ ધીમે તાપે ગોલ્ડન રંગની તળી લેવી.(જો કચોરી ફૂલ તાપે તળશો તો કડક નહીં બને) હવે તૈયાર છે કડક એવી ખસ્તા કચોરી.

  6. 6

    હવે એક બાઉલમાં એક કચોરી લઈ તેમાં ઉપર વચ્ચે હોલ કરી તેમાં મીઠી ચટણી,લીલી ચટણી,ડુંગળી,દહીં,ઝીણી સેવ,કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes