મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#સાઉથ
સાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે

મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

#સાઉથ
સાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોસા માટે
  2. 3 કપચોખા
  3. 1 કપઅડદ ની દાળ
  4. 1 ચમચીમેથી
  5. 1 ચમચીનમક
  6. નાળીયેર ની ચટણી માટે
  7. 1/2 કપદાળીયા ની દાળ
  8. 1/2 કપલીલુ નાળીયેર
  9. 2/3 કપલીલા મરચા
  10. 1/2 ચમચીનમક
  11. 1 ચમચીતેલ
  12. 1/4 ચમચીરાઇ
  13. 1 નંગસુકુ લાલ મરચુ
  14. 5 નંગમીઠો લીમડો
  15. 1 ચમચોદહીં
  16. ટામેટાં ની ચટણી માટે
  17. 1 નંગડુંગળી
  18. 1 નંગટમેટુ
  19. 1/2 ચમચીચણા ની દાળ
  20. 1 નંગસુકુ લાલ મરચુ
  21. 3 4 કળીકળી લસણ
  22. 1 ટુકડોઆદુ
  23. 1/2 ચમચીનમક
  24. 1 ચમચીતેલ
  25. 5 6 નંગમીઠો લીમડો
  26. 1/4 ચમચીરાઇ
  27. મૈસુર મસાલા ની અને સાંભર ની ચટણી બનાવવા માટે
  28. 1 ચમચીતેલ
  29. 1/2 ચમચીમેથી
  30. 1/2 ચમચીજીરુ
  31. 1/2 ચમચીચણા ની દાળ
  32. 1/2 ચમચીધાણા
  33. 1/4 ચમચીહીંગ
  34. 5 કળીકળી લસણ
  35. 2 ટુકડાઆદુ
  36. 4/5 ટુકડાલીલુ નાળીયેર
  37. 7 નંગમીઠો લીમડો
  38. 1 નંગઇલાયચી
  39. 2 નંગલવીંગ
  40. 4 નંગસુકા લાલ મરચા
  41. 1 ચમચીહળદર
  42. 1 ચમચીલાલ મરચુ
  43. 1/2 ચમચીનમક
  44. 1 નંગડુંગળી
  45. બટેટા નો મસાલો બનાવવા માટે
  46. 4 નંગબટેટા
  47. 2 નંગડુંગળી
  48. 1 નંગલીલુ મરચુ
  49. 1 ચમચો તેલ
  50. 1/2 ચમચીઅડદ ની દાળ
  51. 1/2 ચમચીરાઇ
  52. 1/4 ચમચીહીંગ
  53. 1/2 ચમચીહળદર
  54. 1 ચમચીનમક
  55. સાંભર બનાવવા માટે
  56. 1 કપતુવેર દાળ
  57. 1/2 કપરીંગણ
  58. 1/2 કપગાજર
  59. 1 નંગસરગવા ની શીંગ
  60. 1 નંગટમેટુ
  61. 1 નંગડુંગળી
  62. 2 ચમચીતેલ
  63. 1 નંગસુકુ લાલ મરચુ
  64. 1/2 ચમચી રાઇ
  65. 1/4 ચમચીહીંગ
  66. 1/2 ચમચીહળદર
  67. 1/2 ચમચીલાલ મરચુ
  68. 1 ચમચીમીઠું
  69. 1 ચમચીઆંબલી ની પેસ્ટ
  70. 1 ચમચીગોળ
  71. 1 ચમચોસાંભર મસાલા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    7 થી 8 કલાક માટે ચોખા અને અડદ ની દાળ ધોઇ ને પલાળી લેવા પલળી જાય એટલે બન્ને ને અલગ અલગ મીક્સર મા પીસી લેવુ ચોખા ને કરકરુ અને દાળ ને ફાઇન પેસ્ટ જેવુ પીસી લેવુ પછી બન્ને મીક્સ કરી 7 થી 8 કલાક ઢાંકી મુકી દેવુ

  2. 2

    નાળીયેર ની ચટણી બનાવવા માટે દાળીયા ના ફોતરા કાઢી લો પછી તેમા લીલા મરચા,લીલુ નાળીયેર,નમક અને દહીં નાખી પીસી લો પછી તેમા ગરમ તેલ મા રાઇ,હીંગ,લીમડા ના પાન નો વઘાર કરી તેમા નાખી દો

  3. 3

    ટામેટાં ની ચટણી બનાવવા માટે એક વાસણ મા એક ચમચી તેલ નાખી તેમા ચણા ની દાળ અને સુકુ લાલ મરચુ નાખો પછી તેમા ડુંગળી નાખો અને લસણ નાખો પછી તેમા ટામેટાં નાખી નમક અને લાલ મરચુ નાખો હવે તે ઠંડુ થાય એટલે મીક્સર મી પીસી લો અને ગરમ તેલ મા રાઇ,લીમડો નો વઘાર કરી તેના પર નાખી દો

  4. 4

    બટેટા નો મસાલો બનાવવા માટે બટેટા બાફી લો પછી તેલ ગરમ મુકી તેમા અડદ ની દાળ,રાઇ,લીમડો,હીંગ નાખો પછી તેમા લીલા મરચા અને ડુંગળી નાખી સાંતળો હવે તેમા હળદર,નમક નાખી બાફેલા બટેટા નાખી બરાબર મીક્સ કરી કોથમીર નાખી દો

  5. 5

    મૈસુર મસાલા ની અને સાંભર માટે ચટણી બનાવવા માટે એક ચમચી તેલ ગરમ કરી તેમા જીરુ,ચણા ની દાળ,ચોખા,મેથી,ધાણા,હીંગ,લીમડો,સુકા લાલ મરચા,લસણ,આદુ,લવીંગ,ઇલાયચી,લીલુ નીળીયેર નાખી ધીમી ફ્લેમ પર હલાવો હવે તેમા હળદર,લાલ મરચુ,નમક અને ડુંગળી નાખી સાંતળો ઠંડુ થાય એટલે મીક્સર મા પીસી પેસ્ટ કરી લો

  6. 6

    સાંભર બનાવવા માટે તુવેર દાળ ને ધોઇ ને બાફી લો હવે એક વાસણ મા તેલ ગરમ થાય એટલે રાઇ,સુકુ લાલ મરચુ,હીંગ,લીમડો નાખી ડુંગળી,ગાજર,રીંગણ,ટામેટાં,સરગવા ની શીંગ નાખી હલાવો અને હળદર,લાલ મરચુ,નમક નાખો અને તૈયાર કરેલી પેસ્ટ નાખી હલાવો પછી તેમા 1 ગ્લાસ પાણી નાખી ઉપર ઢાંકી 5/6 મીનીટ પાકવા દો

  7. 7

    પછી તેમા બાફેલી દાળ નાખો આંબલી ની પેસ્ટ અને ગોળ નાખી 7 થી 8 મીનીટ ઉકળવા દો

  8. 8

    ઢોસા બનાવવા માટે ઢોસા ના બેટર મા નમક નાખો અને ગરમ તવા પર ડુંગળી તેલ વાળી કરી ફેરવી લો હવે તેમા ચમચા વડે ખીરુ ફેલાવો પછી ઉપર તેલ નાખો અને મૈસુર મસાલા ની પેસ્ટ લગાવો હવે તેના પર બટેટા નો મસાલો અને ડુંગળી,ટામેટાં,કોથમીર,ચટણી નાખી પુરા ઢોસા પર ફેલાવો પછી તેને ફોલ્ડ કરી લો

  9. 9

    તૈયાર છે મૈસુર મસાલા ઢોસા સાંભર ચટણી સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes