ખાટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#GA4 #Week4

ગુજરાતી વાનગી

ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે પોચા ન બને તો ખાવા માં મજા આવે નહિ. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા પોચા પણ બનશે.

ખાટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week4

ગુજરાતી વાનગી

ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે પોચા ન બને તો ખાવા માં મજા આવે નહિ. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા પોચા પણ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 થાળી
  1. 2 નાની વાટકીચણાની દાળ
  2. 1/2 નાની વાટકીઅળદ દાળ
  3. 1/2 નાની વાટકીમગની પીળી દાળ
  4. 1 વાટકીચોખા
  5. 1 વાટકીદહીં
  6. 2 નંગલીલા મરચા
  7. 1 ટુકડોઆદુ
  8. સ્વાદાનુસાર મીઠું
  9. 1/2 ટી સ્પૂનહળદર
  10. 1/2 ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  11. 1/2 ટી સ્પૂનહિંગ
  12. 1 નાની વાટકીકોથમીર
  13. 1/4 ચમચી ખાવા નો સોડા
  14. જરુર મુજબપાણી
  15. સવિૅંગ માટે:
  16. જરુર મુજબલીલી ચટણી
  17. જરુર મુજબલસણની ચટણી
  18. જરુર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ત્રણેય દાળ અને ચોખા 3-4 વાર પાણી નાંખી સાફ કરી 5-6 કલાક પલાળી રાખો. હવે પલળેલા દાળ-ચોખા ને મિક્સરમાં નાખી તેમાં મીઠું સ્વાદ મુજબ, દહીં, લીલા મરચા, આદુ નાંખી પીસી લેવું. જરુર પડે તો પીસવામા પાણી નાખવું. બેટર સહેજ કરકરુ રાખો. લીસુ પીસવુ નહીં.

  2. 2

    હવે ઢોકળા ના બેટરને ઢાંકી ગરમી વાળી જગ્યા પર 8 કલાક આથો લાવવા માટે મૂકી દો.

  3. 3

    હવે ઢોકળીયા મા 2 ગ્લાસ પાણી મૂકી ગરમ થવા મૂકો અને એક થાળી માં તેલ લગાવી લો. હવે ઢોકળા ના બેટર મા હળદર, હિંગ, લાલ મરચું પાઉડર, કોથમીર,ખાવાનો સોડા,1/2વાટકી પાણી નાખી હલાવો. હવે આ મિશ્રણ ને થાળીમાં પાથરી લો ઉપર લાલ મરચું પાઉડર અને કોથમીર ભભરાવીને થાળી મૂકી દો અને 12-15 મિનિટ સુધી રાંધવા દો.

  4. 4

    હવે તૈયાર થયેલા ઢોકળા મા ચોરસ ટુકડા કરી તેને લીલી ચટણી, લસણની ચટણી અને તેલ સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes