ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

#DRC
ચોખા, ચણાની દાળ, અડદની દાળ મિક્સ કરી તેનું બેટર બનાવી ને લીલા તેમજ સુકા મસાલા ઉમેરી એકદમ સોફ્ટ તેમજ ખાવામાં ટેસ્ટી એવા ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા સવાર સાંજ ના નાસ્તામાં કે ડિનરમાં ચા કે ચટણી સાથે લઈ શકાય છે. લંચ સાથે પણ ફરસાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#DRC
ચોખા, ચણાની દાળ, અડદની દાળ મિક્સ કરી તેનું બેટર બનાવી ને લીલા તેમજ સુકા મસાલા ઉમેરી એકદમ સોફ્ટ તેમજ ખાવામાં ટેસ્ટી એવા ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા સવાર સાંજ ના નાસ્તામાં કે ડિનરમાં ચા કે ચટણી સાથે લઈ શકાય છે. લંચ સાથે પણ ફરસાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા, ચણા દાળ અને અડદની દાળને સારી રીતે ધોઈ 2 ચમચી દહીં અથવા છાસનું પાણી અને જરૂર મુજબ પાણી નાખી છ થી સાત કલાક પલાળી રાખવી. ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ સ્મૂથ પેસ્ટ બનાવી લેવી. બેટર પાતળું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું અને આથો લાવવા માટે છ થી સાત કલાક ઢાંકીને રાખી દેવું.
- 2
હવે આથો આવી ગયો છે તો તેને બરાબર વિસ્ક કરી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું પાઉડર, આદુ લસણ મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી દેવું અને સ્ટીમરમાં પાણી નાખી ગરમ કરવા મૂકવું.
- 3
હવે બેટરમા તેલ અને સોડા નાખી બરાબર ફેટી તેલથી ગ્રીસ કરેલ થાળીમાં બેટર નાખી બે ચાર વાર ટેપ કરી સ્ટીમર માં સ્ટીમ કરવા માટે સાત થી આઠ મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર મૂકવુ.
- 4
હવે ચપ્પુની મદદથી ચેક કરવું. જો ચપ્પુ ક્લીન નીકળે તો સમજવું કે ઢોકળા થઈ ગયા છે. ત્યારે નીચે ઉતારી મનપસંદ આકારના કટ કરી લેવા અને વઘારીયા માં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, મીઠો લીમડો, મરચું અને તલ નો વઘાર કરી આ વઘાર ઢોકળા પર રેળી દેવો.
- 5
તો તૈયાર છે ઢોકળા. સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો. સરસ લાગે છે.
Similar Recipes
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LBઆલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#dudhidhoklaમિક્સ દાળ અને ચોખામાંથી બનતા ઢોકળા ટેસ્ટી અને હેલ્ધી બન્ને છે. આ રીતે બનતા ઢોકળા મસ્ત જ લાગે છે પણ જો આ જ ઢોકળા ના ખીરામાં છીણેલી દૂધી, ગાજર, કોથમીર, ફૂદીનો કે બીજું તમને પસંદ હોય એ શાક અને રાઇ,હીંગનો વઘાર પણ અંદર જ ઉમેરી દેવામાં આવે તો ઢોકળા બમણા સ્વાદિષ્ટ બની જાય છે. પૂરો વઘાર ઉપરથી કરવાની જગ્યાએ જો અડધો આ રીતે અંદર ખીરામાં ઉમેરી દેવામાં આવે તો ઢોકળા વધારે યમી લાગે છે.સાથે શાક હોવાથી એટલા સોફ્ટ બને છે કે ઠંડા થયા પછી પણ કડક નથી થતા. સાથે શાકના ગુણ પણ ઉમેરાય છે. મને આ ઢોકળા એટલા પસંદ આવ્યા કે હવે સાદા ઢોકળા ની જગ્યાએ આ જ બનાવવા માટે પહેલી પસંદ હશે.સાથે લેવામાં આવતા ચોખા એકાદ વર્ષ જૂના અને બોઇલ, કમોદ કણકી કે જીરાસર હશે તો ચીકાશ ઓછી હોવાને કારણે ઢોકળા વધારે ફૂલશે અને સોફ્ટ થશે. Palak Sheth -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ATW1 #TheChefStory #cooksnap challenge મેં આ ઢોકળા ચણાની દાળ અને ચોખાને પલાળીને પછી તેને મિક્સરમાં પીસીને આથો આવી ગયા પછી બનાવ્યા છે. Nasim Panjwani -
ઢોકળા(DhoklaRecipe in Gujarati)
આ ગુજરાતીઓની મનપસંદ વાનગી છે. ગુજરાતીઓના ઘરમાં નાસ્તામાં તેમજ કેરી ની સીઝનમાં રસ સાથે બનતી ફેમસ ડીસ છે. તેમજ આ ગુજરાતી ઓન લગ્ન પ્રંસગનમાં પણ બનતી વાનગી છે. આ વાનગી ચોખા અડદની દાળ અને ચણાની દળ માંથી બનતી વાનગી છે. આ એકદમ ઝડપથી અને જલ્દી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ખાટા ઢોકળા. Tejal Vashi -
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB#cookpadgujaratiઆપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#DRCદરેક ગુજરાતી ના ઘરે નાસ્તામાં કે ડીનર માં ખમણ ઢોકળા બંને જ, જે વિવિધ દાળ માંથી બનેછે Pinal Patel -
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
ધુસ્કા (dhuska recipe in Gujarati)
#ઈસ્ટ ધુસ્કા ઝારખંડનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે Nisha -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
ચણા ની દાળ નાં વડા (Chana Dal Vada Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesવરસાદ નો માહોલ જામ્યો છે. મગની દાળ નાં વડા બનાવ્યા હવે કંઈ નવું ટ્રાય કરવા સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ માં ચણાની દાળ નાં વડા બનાવ્યા છે.. બહુ જ ટેસ્ટી લાગે છે.. ચા ☕ સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
ઢોકળા એટલે ગુજરાતીઓનું સૌથી સ્પેશિયલ નાસ્તો, ઘણા લોકો સવારે નાસ્તામાં બનાવે ઘણા લોકો બપોરે ફરસાણમાં બનાવે અને ઘણા લોકો રાત્રે જમવામાં પણ બનાવે છે, તો ચાલો ઢોકળા ની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
#ટ્રેન્ડીંગઢોકળા એ ગુજરાતની ઓળખ છે.. આ ઢોકળા મુખ્યત્વે ચોખા અને અડદની દાળ ના ખીરામાંથી બનાવવામાં આવે છે, આ સિવાય સોજી કે મિક્સ દાળ ના પણ બને. હવે તો ઘણા બધા વેરીએશન સાથે પણ બનાવવામાં આવે છે. જેમ કે દ્વિરંગી કે ત્રિરંગી ઢોકળા વગેરે.. આજે મે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. જેમાં મે બે સફેદ ઢોકળા ની વચ્ચે કોથમીર મરચાની થોડી થીક ગ્રીન ચટણી પાથરી, ગ્રીન લેયર બનાવ્યું છે.આ ઢોકળા તીખી-મીઠી ચટણી સાથે ખુબ સરસ લાગે છે. Jigna Vaghela -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
-
ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaદાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
-
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
ખાટીયા ઢોકળાં (khatiya dhokla recipe in Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે. Gaurav Patel -
લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)
ઢોકળા એટલે ગુજરાતી લોકો ના ઘરો માં બનતું 1 ખાસ ફરસાણ. ઘણા ખાટ્ટા ઢોકળા કહે ઘણા ફક્ત ઢોકળા. આજ કાલ ગુજરાતી સિવાય ના લોકો ખમણ માટે ખમણ ઢોકળા શબ્દ વાપરે છે પણ ખમણ અને ઢોકળા બેઉ અલગ અલગ છે. ખમણ અને ઢોકળા અલગ છે એવું બતાવવા ઢોકળા ને લાઈવ (live) ઢોકળા કહેવામાં આવે છે. મારી મોસ્ટ favourite ગુજરાતી ડિશ કહી શકાય જે ખાઈને હું મોટી થઈ છું અને મારી ઘણી બધી યાદો જોડાયેલી છે.#west #વેસ્ટ Nidhi Desai -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#LSRગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે.ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના ઘરે ઓછામાં ઓછું મહિનામાં રિપીટ બનતું હશે… ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે… તેમાંના આજે બધા ગુજરાતીના મોસ્ટ ફેવરિટ લાઈવ ઢોકળા બનાવીશું. Dr. Pushpa Dixit -
ઇદડા (Idada recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati#cookpadindia#cookpad ઇદડા એક ગુજરાતી ઢોકળા છે. ઇદડા ને સફેદ ઢોકળા ના નામે પણ ઓળખવામાં આવે છે. ચોખા અને અડદની દાળના બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ ઇદડાને સુરતી ઇદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ઇદડા કઈ રીતે બને છે. Asmita Rupani -
સેવ ખમણી
#ગુજરાતીઓની સવાર ચણાની દાળ માંથી બનતા ગરમ નાસ્તા સાથે જ થાય છે એટલે આજે સવારે નાસ્તામાં સેવ ખમણી બનાવી. Urmi Desai -
ઢોકળા (Dhokla recipe in gujrati)
#ભાત હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય. Vaishali Nagadiya -
વરાની પંચકુટી દાળ
આ રેસિપી કાઠિયાવાડ રીતે પ્રસંગ માં બને છે આમાં પાંચ દાળ નુ મીક્સ હોય છે તેમાં ની એક સુકા ચોળાની દાળ હોયછે તે ના મળે તો અડદની છડી દાળ લઇ શકાય તેનું માપ જો 50થી60 લોકો માટે હોય તો બધી દાળ 500 500 ગ્રામ લેવી Kirtida Buch -
ઢોકળાં
#હોળીગુજરાતી ની ખાસ ડીશ એટલે ઢોકળા કોઈ તહેવાર હોય કે ન હોય ઢોકળા તો બને જ... હોળી ના નાસ્તા માટે ઢોકળા અને રસ... એમ રસ સાથે સફેદ ઈદડા ખાવા માં આવે પણ અમને તો આવા મસાલા ઢોકળા બહુ જ ભાવે.. Sachi Sanket Naik -
લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5ઢોકળા ઘણી રીતે બનાવવામાં આવે છે. બેસનના ઢોકળા, ચોખા તેમજ ચણા ના લોટ ના, ઈડલીના બેટર માંથી તેમજ સોજીના ઢોકળા પણ બનાવે છે. ઘણા લોકો સાદા ઢોકળા, ખાટા ઢોકળા, ગળ્યા ઢોકળા ,તેમજ સેન્ડવીચ ઢોકળા બનાવે છે. મેંઅહીં લસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week7#Breakfastચોખા અને ત્રણ દાળ ના આ સફેદ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે ડીનર મા અથવા બે્કફાસટ મા લઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઢોકળા એ ગુજરાતીઓનો ફેવરેટ છે. ઢોકળા એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. મેને તેને છોકરાઓ આકર્ષક થાય તેના માટે ઢોકળા ને ડોનટ ઢોકળા માં શેપ આપ્યો છે જેથી છોકરા ઓ જોઈ તરત ખાવા બેસી જાય છે. આમ તો છોકરાઓ ખાવા માં નખરાઓ કરે છે. તેથી મે ડોનટ ઢોકળા બનાવ્યા છે. Payal Sachanandani (payal's kitchen) -
ખાટા ઢોકળાં
#ટ્રેડિશનલ.#goldenaprone3 # Week 9 'સ્ટીમ'ઢોકળા બોલતાં સાવ સાદી વાનગી લાગે,પણ ઢોકળા એ પરંપરાગત પ્રાચીન અને ખૂબજ સ્વાદિષ્ટ તેમજ સ્પેશિયલ ડીશનુ મહત્વ ધરાવતી વાનગી છે.જે સવારે કે સાંજે નાસ્તામાં અથવા લંચ કે ડિનર માં એક આગવુ સ્થાન ધરાવે છે.હાલ તો સ્ટ્રીટ ફુડ અને ઈન્સ્ટંટ નાસ્તા તરીકે પણ ખૂબજ પ્રખ્યાત છે.તો ચાલો બનાવીએ "ખાટા ઢોકળાં". Smitaben R dave
More Recipes
ટિપ્પણીઓ (10)