મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)

Sonal Shah
Sonal Shah @Sonal_14

#GA4
#Week9
#fried
મિક્સ ભાજીના દાળવડા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જે અલગ અલગ ભાજી તથા ચણાની દાળ અને અડદની દાળ થી બનાવવામાં આવે છે

મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)

#GA4
#Week9
#fried
મિક્સ ભાજીના દાળવડા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જે અલગ અલગ ભાજી તથા ચણાની દાળ અને અડદની દાળ થી બનાવવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ કપઅડદની દાળ
  2. ૧ કપચણાની દાળ
  3. ૧ બાઉલ ઝીણી સમારેલી પાલકની ભાજી
  4. ૧ બાઉલ ઝીણી સમારેલી મેથી ની ભાજી
  5. ૧ બાઉલ ઝીણી સમારેલી તાંજરીયા ની ભાજી
  6. ૧ બાઉલ ઝીણી સમારેલી કોથમીર
  7. ૧ ચમચીઆખું જીરું
  8. ૨ ચમચીઆદુ અને લીલા મરચાં ની પેસ્ટ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. ૧/૪ ચમચી હિંગ
  11. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બન્ને દાળને ધોઈને પાણીમાં ૩-૪ કલાક માટે પલાળી રાખવી દાળ પલળી જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લેવી

  2. 2

    ક્રશ કરેલી દાળ માં આદું મરચાં ની પેસ્ટ તથા બધી જ ભાજી, મીઠું, હિંગ ઉમેરી મિક્સ કરી લેવું

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે બનાવેલા મિશ્રણ ના હાથ પર નાનાં નાનાં વડાં દબાવી તેલમાં ડિપ કરવા

  4. 4

    ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા હવે વડાં નેં બહાર કાઢી લેવા અને ગરમા ગરમ લીલી ચટણી અથવા આંબલી ની ચટણી સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Shah
Sonal Shah @Sonal_14
પર

Similar Recipes