ડબકાનુ શાક (Dabka Nu Shak Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

આ શાક હું મારી નાની પાસે શીખી છું જ્યારે તેમને આ શાક બનાવતા જોતી હું એને પાણીમાં તરતા ભજીયા કહીને બોલાવતી.😋 ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રીમાં આ શાક બની જાય છે અને ખાવાની મજા પણ બહુ જ આવે છે જુવાર ચોખાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
#ફટાફટ

ડબકાનુ શાક (Dabka Nu Shak Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

આ શાક હું મારી નાની પાસે શીખી છું જ્યારે તેમને આ શાક બનાવતા જોતી હું એને પાણીમાં તરતા ભજીયા કહીને બોલાવતી.😋 ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રીમાં આ શાક બની જાય છે અને ખાવાની મજા પણ બહુ જ આવે છે જુવાર ચોખાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ થી ૭ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ કપચણાનો લોટ
  2. ૩-૪ ચમચીદહીં
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૧/૨ ચમચી હિંગ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીખાંડ
  7. ૩ ચમચીસીંગતેલ
  8. ૧ ચમચીરાઈ
  9. ૧૦ થી ૧૨ નંગ લીમડાના પાન
  10. સ્વાદ મુજબમીઠું

રાંધવાની સૂચનાઓ

૫ થી ૭ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાનો લોટ લઇ એમાં ચપટી હિંગ 1/2 ચમચી હળદર 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ 1/2 ચમચી ખાંડ મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરો પછી એમ જ દહીં ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ધ્યાન રહે ધીરુ બહુ પતલુ કરવાનું નથી નહિતર પાણીમાં ડબકાછૂટા પડી જશે

  2. 2

    એક પેનમાં ચાર ગ્લાસ પાણી લઈ પાણીના ભાગ નું મીઠું હળદર આદુ મરચાની પેસ્ટ ખાંડ મેરી બરાબર ઉકળવા દેવું પાણીમાં એક ચમચી તેલ પણ ઉમેરો

  3. 3

    પાણીમાં બધા મસાલા બરાબર ઉકળી જાય પછી ઉકળતા પાણીમાં બેસનના ડબકા મૂકતા જવું. 1 ચમચી ખીરૂ રાખી મુકવાનો છે ડબકા પાણીમાં નાખતી વખતે ગેસ હાઈ આંચ પર હોવો જરૂરી છે

  4. 4

    બે થી ત્રણ મિનિટમાં ડબકા ચડી જશે.બાકીના ખીરામાં અડધો ગ્લાસ પાણી ઉમેરી એ પણ ટ્રેનમાં ઉમેરી દેવો બે જ મિનિટમાં શાક તૈયાર થઈ જાય એટલે વઘાર કરી દેવો

  5. 5

    વઘાર માટે એક વઘારી મા તેલ લઈ રાઈ નાંખી હિંગ ઉમેરી લીમડાના પાન નાખવા અને વઘાર શાકમાં ઉપરથી રેડીયો

  6. 6

    આ તૈયાર શાકને જુવાર અને ચોખાના રોટલા સાથે ખાવામાં સરસ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

Similar Recipes