રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કંકોડા ને પાણી માં ધોઈ સાફ કરી કોરા કરી સમારી લો.
- 2
ત્યાર બાદ એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઇ, હીંગ, અજમો ઊમેરી વઘાર કરો પછી તેમાં હડદર ઊમેરી કંકોડા ઉમેરી હલાવી દો.
- 3
હવે ઠાકણ ઠાકી ધીમી આંચ પર ચઢવા દો.
- 4
આસરે 10 -12મીનીટ માં 90% કંકોડા ચઢી જાય પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ ઊમેરી બરાબર હલાવી દો.
- 5
ફરી ઠાકણ ઠાકી ધીમી આંચ પર 8 - 10 મીનીટ સુધી કુક થવા દો.
- 6
હવે કંકોડા નું ગરમ રોટલી, ભાખરી, પરોઠા સાથે પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13559851










ટિપ્પણીઓ (2)