ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે.

ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)

#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલા કાળા ચણા
  2. 1 વાડકીચટપટી
  3. 1 કપકાંદો ઝીણો સમારેલો
  4. 1 કપટામેટુ ઝીણું સમારેલુ
  5. 1 નંગમોટુ લીલુ મરચુ ઝીણું સમારેલુ
  6. 1 ચમચીલીંબુ નો રસ
  7. 1 નંગબટાકો ઝીણો સમારેલો
  8. 1 ચમચીઆદુ ની છીણ
  9. 3 ચમચીલીલા ધાણા
  10. 6 નંગપાન ફુદિના ના
  11. 1/2 ચમચી મીઠું
  12. 1 ચમચીલાલ મરચું
  13. 1 ચમચીચાટ મસાલો
  14. 1/2 ચમચીસંચળ
  15. 1/2 ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીતેલ
  17. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઍક કઢાઈ માં ઍક ચમચી તેલ ગરમ કરવા મુકો.એમા જીરૂઅને આદુ સાતડી લ્યો.ઍક વાડકીમા બધા મસાલા,ધાણા જીરૂ,મરચુ,ચાટ મસાલો,ગરમ મસાલો,સંચળ બધુ લઈ એમા 3 ચમચી પાણી ઉમેરી પેસ્ટ બનાવી લ્યો.

  2. 2

    હવે એને કઢાઈ મા ઉમેરી ફટાફટ સાતડી લ્યો.ગેસ એકદમ ધીમો રાખવો.મસાલો સેકાય એટલે તરત એમા ચણા ઉમેરી મિક્સ કરી સતત હલાવતા રહો બધા મસાલા ચણા મા ભળી જાય ત્યાં સુધી.પછી ગેસ બંધ કરી બટાકા ના ટૂકડા ઉમેરી મિક્સ કરી ચણા ને એકદમ થંડા પડવા દો.

  3. 3

    હવે કાંદો ટામેટુ બધુ સમારી લ્યો.હવે ચણા થંડા પડે એટલે એક બાઊલ માં લઈ લ્યો.હવે એમા કાંદા,ટામેટાં,અને ફુદિનો ઉમેરી મિક્સ કરી લો.હવે એમા મીઠુ,જરાક ચાટ મસાલો અને ધણા મરચાં અને લીંબુ નો રસ,ચટપટી ઉમેરો.

  4. 4

    હવે બધુ બરાબર મિક્સ કરી લ્યો.પછી બરબર ચટપટી વાળા ની જેમજ દળીયા મા અથવા કાગળ ના કોન મા સર્વ કરી ટેસ્ટી ચણા ચટપટી ની મઝા લ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes