ચોળી બટેટા નુ શાક(Choli Bateka Nu Shak Recipe In Gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

શુક્રવાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચોણી
  2. 2 નંગબટેટા
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીલસણની પેસ્ટ
  5. 1 ચમચીધાણાજીરું પાઉડર
  6. 1 ચમચીકોથમીર
  7. 2 ચમચી તેલ
  8. 1/2 ચમચીહળદર
  9. ૧ કપપાણી
  10. 1/3 ચમચી હિંગ
  11. 1/2 ચમચીનમક
  12. ૨ નંગટામેટા
  13. 1 ચમચીગોળ
  14. 1/4લીંબુ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    શાક ને સુધારી લો, કુકરમાં તેલ ગરમ મૂકી, હીંગ અને લસણ ની પેસ્ટ સાંતળી ને શાક અંદર એડ કરો. બે મિનીટ સાંતળો, ત્યાર પછી તેમાં હળદર અને નમક નાખીને એક મિનિટ હલાવો.ત્યારબાદ તેમાં એક ચમચી લાલ મરચું પાઉડર એડ કરો થોડીવાર હલાવી તેમાં એક કપ પાણી નાખો હવે તેમાં ટમેટુ ખમણીને નાખી દો. કુકર ને બંધ કરી દો, બે સીટી વગાડો, ગેસ બંધ કરી દો.

  2. 2

    કુકરમાંથી હવા નીકળી જાય, એટલે કૂકરના ઢાંકણ ખોલીને તેમાં એક ચમચી ધાણાજીરું પાઉડર,, એક ચમચી ગોળ નાખો. ચોથા ભાગનું લીંબુ નીચોવો અને કોથમીર નાખી સરખી રીતે હલાવી બાઉલમાં કાઢીને સર્વ કરો આ તમારો શાક તૈયાર. ખાવ અને ખવડાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
પર
Jamnager

Similar Recipes