પાપડ કોન ચાટ (Papad cone chaat recipe in gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

થોડી ભૂખ હોય ને કાંઇ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતી એકદમ ટેન્ગી ચાટ ચટપટી છે. કોઇપણ બોમ્બે ભેળ મિક્સ કે ખાલી વઘારેલા મમરા પણ આમાં ચાલી જાય છે. ઘરમાં જે હાજર હોય એ ચવાણું, ચટણી, સલાડ લઇ લો અને સાથે ૩-૪ અડદ કે મગના પાપડ. ને બસ ૧૦ મિનિટ માં પાપડ કોન રેડી.

#ફટાફટ
#પોસ્ટ2

પાપડ કોન ચાટ (Papad cone chaat recipe in gujarati)

થોડી ભૂખ હોય ને કાંઇ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતી એકદમ ટેન્ગી ચાટ ચટપટી છે. કોઇપણ બોમ્બે ભેળ મિક્સ કે ખાલી વઘારેલા મમરા પણ આમાં ચાલી જાય છે. ઘરમાં જે હાજર હોય એ ચવાણું, ચટણી, સલાડ લઇ લો અને સાથે ૩-૪ અડદ કે મગના પાપડ. ને બસ ૧૦ મિનિટ માં પાપડ કોન રેડી.

#ફટાફટ
#પોસ્ટ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. મોટા પાપડ
  2. બાઉલ બોમ્બે ભેળ મિક્સ
  3. ૧/૨બાઉલ મસાલાવાળા મમરા
  4. મોટી ડુંગળી
  5. મોટું ટામેટું
  6. લીલા મરચાં
  7. ૨ ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  8. ૨ ટીસ્પૂનચાટ મસાલો
  9. મોટું રસવાળું લીંબુ
  10. થોડી ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બધા પાપડને કાતરથી વચ્ચેથી કાપી અડધા કરો. હવે એક તવો ગરમ કરી કપડા વડે પાપડને દબાવીને શેકી લો. શેકાયેલા પાપડને ગરમ હોય ત્યારે તરત જ વાળી ને કોન બનાવી લો.

  2. 2

    બધા પાપડના આ રીતે કોન બનાવી લો. હવે ડુંગળી, ટામેટું અને લીલા મરચાં ને ઝીણા સમારી લો. એક મોટા બાઉલમાં ભેળ મિક્સ, મમરા, ડુંગળી, ટામેટું, લીલા મરચાં, સમારેલી કોથમીર, ચાટ મસાલો, લીંબુનો રસ નાખી હલાવી મિક્સ કરી લો.

  3. 3

    પાપડ કોનને ગ્લાસમાં ઊભા મૂકી મસાલેદાર ભેળ મિક્સ ભરી લો. ઉપરથી કોથમીર, ઝીણી સેવથી સજાવો. અને પોચું કે સોગી થાય એ પહેલાં તરત જ સર્વ કરો.ભરવાનો મસાલો તમારા સ્વાદ મુજબ ખજૂર-આંબલી ની ચટણી અને લીલી ચટણી સાથે ખાટો-મીઠો પણ બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes