ગાજર નો સંભારો (Carrot Shambharo Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#સાઈડ
#પોસ્ટ ૧
ગાજર નો સંભારો આપણે કોઈ પણ મુખ્ય ડીશ સાથે સર્વ કરતા જ હોઈ એ છીએ. આ શંભારો મારા ઘર માં રોજ જ બનતો હોય છે. ને મારા બાળકો ને પણ આ ખૂબ જ ભાવે છે.. કારણ કે આમાં ગોળ હોય છે તો થોડું ગળપણ ના લીધે એમને આ શંભારો ખાવામાં મજા આવે છે..

ગાજર નો સંભારો (Carrot Shambharo Recipe in Gujarati)

#સાઈડ
#પોસ્ટ ૧
ગાજર નો સંભારો આપણે કોઈ પણ મુખ્ય ડીશ સાથે સર્વ કરતા જ હોઈ એ છીએ. આ શંભારો મારા ઘર માં રોજ જ બનતો હોય છે. ને મારા બાળકો ને પણ આ ખૂબ જ ભાવે છે.. કારણ કે આમાં ગોળ હોય છે તો થોડું ગળપણ ના લીધે એમને આ શંભારો ખાવામાં મજા આવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ નંગમધ્યમ કદનું લાંબુ સમારેલું ગાજર
  2. ૨ નંગલીલા મરચાં લાંબા સમારેલા
  3. ૧/૨ ટી સ્પૂનરાઇ
  4. ૧/૪ ટી સ્પૂનહળદર પાઉડર
  5. ૧/૪ ટી સ્પૂનહિંગ
  6. ૧ ટી સ્પૂનલીંબૂ નો રસ
  7. ૧/૩ ટી સ્પૂનનમક
  8. ૧/૨ ટેબલ સ્પૂનદેશી ગોળ
  9. ગાર્નિશ ના ઘટકો :-
  10. જરૂર મુજબ લીંબૂ ની સ્લાઈસ
  11. જરૂર મુજબ ગાજર ની સ્લાઈસ
  12. જરૂર મુજબ લીલુ મરચું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી તેમા રાઈ નાખો ને રાઇ તતડે એટલે હીંગ ઉમેરી થોડું સોટે થાય એટલે સમારેલા લીલા મરચા ઉમેરી 1/2મિનિટ સોતે કરી લો.

  2. 2

    હવે સમારેલું ગાજર ઉમેરી મિક્સ કરી લો. ત્યાર પછી એમાં નમક, હળદર પાઉડર અને ગોળ ઉમેરી બધું મિક્સ કરી લો. પછી ઢાંકણ ઢાંકી ને ગેસ ની સ્લો ફ્લેમ પર ૨થી ૩ મિનિટ કૂક કરી લો.

  3. 3

    હવે ગેસ ની ફલેમ બંધ કરી લીંબૂ નો રસ ઉમેરી મિક્સ કરી લો. હવે ગાજર નો સંભારો રેડી છે સર્વ કરવા માટે. આ ગાજર શંભારા ને લીલું મરચું, લીંબુ ની સ્લાઈસ અને ગાજર ની સ્લાઈસ થી ગાર્નિશ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes