કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

કોબીજ દરેક સિઝનમાં મળતી હોય છે. પણ અત્યારે શિયાળાની ઋતુમાં કોબીજ વધુ સારી મળતી હોય છે. જો કે આ ઋતુમાં દરેક શાકભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાં પણ- કોબી, કાકડી, ગાજર, બીટ તથા ટામેટાં- આ બધા શાકને આપણે કાચા સલાડની જેમ ખાઈએ છીએ. જે આપણી તંદુરસ્તી માટે ખૂબ જ લાભદાયી છે પરંતુ ઘણા બધાને કાચો સલાડ નથી ભાવતો.તો આપણે આ શાકભાજીને સહેજ વઘારીને ( સહેજ જ વાર સાંતળીને ) ખાવામાં લઈ એ તો એના સ્વાદમાં અનેક ઘણો વધારો થાય છે. મેં આજે એ રીતે સંભારો બનાવ્યો છે.જે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે.
#GA4
#Week14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3-4 વ્યક્તિ
  1. 1/2 નંગ સમારેલી કોબી
  2. 1/2 વાડકી સમારેલું ગાજર
  3. 1/2 વાડકી સમારેલી કાકડી
  4. 1/4 વાડકી સમારેલું બીટ
  5. 1/4 વાડકી સમારેલા ટામેટાં
  6. 1/4 વાડકી ફોલેલા લાલ દાડમના દાણા
  7. 2 નંગલાંબા સમારેલા લીલાં મરચાં
  8. 7-8 નંગલીલાં લીમડાના પાન
  9. 2 ચમચી તેલ વઘાર માટે
  10. 1/4 ચમચી રાઈ
  11. 1/4 ચમચી જીરું
  12. ચપટીહીંગ
  13. સ્વાદમુજબ મીઠું
  14. ચપટીહળદર
  15. 1/2 લીંબુનો રસ
  16. ગાનિઁશિંગ માટે
  17. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ઉપર મુજબના બધાં શાકને ધોઈને સમારી લો.

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ કરી એમાં રાઈ તથા જીરું ઉમેરો. એ તતડે એટલે એમાં હીંગ ઉમેરી લીલાં મરચાં તથા લીમડાના પાન નાંખો.

  3. 3

    હવે એમાં કોબીજ ઉમેરો. પછી એમાં વારાફરતી ગાજર, કાકડી, બીટ તથા ટામેટા ઉમેરો.હવે એમાં ચપટી હળદર તથા સ્વાદમુજબ મીઠું ઉમેરો.

  4. 4

    હવે આ બધા શાકને ફક્ત 1/2મિનિટ માટે સાંતળો. પછી ગૅસ બંધ કરીને બે મિનિટ પછી એમાં દાડમના દાણા તથા સમારેલી કોથમીર ઉમેરો.

  5. 5

    હવે આ સંભારાને ગુજરાતી થાળી સાથે પીરસો અથવા સલાડની જેમ ખાવાના ઉપયોગ માં લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes