સેન્ડવીચ મસાલા પાપડ (Sandwich Masala Papad recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#સાઇડ
સામાન્ય રીતે આપણે મસાલા પાપડતો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મે તેની સેન્ડવીચ બનાવી છે. બધા શાકભાજી અને ચટપટા મસાલા નાખી ખુબ જ ટેસ્ટી પાપડની સેન્ડવીચ બનાવી છે.

સેન્ડવીચ મસાલા પાપડ (Sandwich Masala Papad recipe in Gujarati)

#સાઇડ
સામાન્ય રીતે આપણે મસાલા પાપડતો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મે તેની સેન્ડવીચ બનાવી છે. બધા શાકભાજી અને ચટપટા મસાલા નાખી ખુબ જ ટેસ્ટી પાપડની સેન્ડવીચ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ વ્યક્તિ માટે
  1. ૧ નંગઅડદનો પાપડ
  2. ૧ નંગ ચીઝ ક્યુબ
  3. ૨ ચમચીસોલ્ટેડ બટર
  4. ૨ ચમચીખમણેલું ગાજર
  5. ૨ ચમચીખમણેલી કોબી
  6. ૨ ચમચીખમણેલી ડુંગળી
  7. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  8. ૨ ચમચીઝીણો સમારેલો ફૂદીનો
  9. ૧/૨ ચમચીસંચળ
  10. ૧/૨ ચમચીચાટ મસાલો
  11. ૧/૨ ચમચીરેડ ચીલી ફ્લીક્સ
  12. ૧/૨ ચમચીગ્રીન હર્બ
  13. સ્વાદઅનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ અડદનો એક પાપડ લેવાનો છે. તેને બેવડો અને પછી ચારઅવડો વાળી તેના ચાર ટુકડા કરવાના છે.

  2. 2

    હવે ગેસ પર નોનસ્ટિક લોઢીમાં ધીમા તાપે એક એક ટુકડાને સેકવાનો છે. એક કપડું લઈ તેનો ગોટો બનાવી તેનાથી પાપડ પર હલકા હાથે દબાવી પાપડ ચારેબાજુથી સેકી લેવાનો છે.

  3. 3

    પાપડના બે ટુકડા સેકી તેને પ્લેટમાં લઈ તેના પર બટર લગાવવાનું છે. એક ટુકડા પર બટર લગાવેલી સાઇડ પર ખમણેલું ગાજર પાથરવાનું છે.

  4. 4

    ગાજર પર ખમણેલી કોબી, કોબી પર ખમણેલી ડુંગળી, ડુંગળી પર સમારેલી કોથમીર પાથરવાના છે.

  5. 5

    કોથમીર પર ઝીણો સમારેલો ફૂદીનો પાથરીશું. હવે તેના પર ચીઝ ખમણીને લગાવવાનું છે. તેના પર ચપટી સંચળ અને ચાટમસાલો ભભરાવવાનો છે.

  6. 6

    હવે પાપડનો બીજો ટુક્ડો લેવાનો અને તેનો બટર લગાવેલો ભાગ ઉપર તરફ રહે તેમ તેને ચીઝવાળા ટુકડા પર થોડો દબાવીને મૂકવાનો છે. ફરી તેના પર પણ ચીઝ ખમણીને લગાવવાનું છે.

  7. 7

    ચીઝ પર ચપટી ચીલી ફ્લેક્સ અને તેના પર ચપટી ગ્રીન હર્બ ભભરાવવાનો છે. તો અહીંયા સેન્ડવીચ મસાલા પાપડ એકદમ તૈયાર છે.

  8. 8

    કાકડી, ટામેટાં, ગાજર વગેરેનો સલાડ બનાવી, ડીસ ડેકોરેટ કરી તેની સાથે સેન્ડવીચ મસાલા પાપડ પીરસી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes