આલુ ટોસ્ટ સેન્ડવીચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

બટાકા એ સૌ કોઈને પસંદ હોય છે જ્યારે કોઈ પણ શાક ના ભાવતું હોય ત્યારે બટાકા લગભગ બધાને જ ભાવતા હોય છે અમારા ઘરે કહેવાય છે "જીસકા કોઈ નહીં ઉસકા બટાકા હૈ".😜બટાકા માંથી તમે ઘણી બધી વાનગીઓ બનાવી શકો છો‌. લગભગ બધા જ શાક અને અવનવી વાનગીઓમાં બટાકા વપરાતા હોય છે. સ્વાસ્થ્યની રીતે જોવા જઇએ તો પણ બટાકા ખુબ જ જરૂરી છે.
અહીં મેં બટાકા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે મારી ખૂબ જ ભાવતી વાનગી છે ગૃહિણી તરીકે આપણે જ્યારે બધાની પસંદને ધ્યાનમાં રાખીએ ત્યારે પોતાને શું પસંદ છે એ લગભગ ભૂલી જતા હોઈએ. આજે મને ભાવતી સેન્ડવીચ બનાવી છે.
#GA4
#WEEK1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. બટાકા ના માવા માટે
  2. ૨૫૦ ગ્રામ બટાકા
  3. ૧ ચમચીતેલ
  4. ૧/૨ ચમચી હિંગ
  5. ૧/૨ ચમચી 1/2ચમચી હળદર
  6. ૧/૨ ચમચી 1/2ચમચી લાલ મરચું
  7. ૧/૨ ચમચી 1/2ચમચી ગરમ મસાલો
  8. ૧/૨ ચમચી 1/2ચમચી આદુ મરચાની પેસ્ટ
  9. સ્વાદ મુજબમીઠું
  10. જરૂર મુજબલીલા ધાણા સમારેલા
  11. સેન્ડવીચ માટે
  12. ૧ નંગકાકડી સમારેલી
  13. ૧ નંગગોલ સમારેલી ડુંગળી
  14. ૧ નંગસમારેલુ ટામેટું
  15. ૧ નંગસમારેલું કેપ્સીકમ
  16. ૧ કપગ્રીન ચટણી
  17. ૧૦૦ ગ્રામ બટર
  18. ૧૦-૧૨ નંગ બ્રેડની સ્લાઈસ
  19. ૪-૫ ક્યુબચીઝ
  20. ૪-૫ નંગ ચીઝ સ્લાઈસ
  21. ૧ ચમચીસેન્ડવીચ મસાલો
  22. જરૂર મુજબટોમેટો કેચપ
  23. ગ્રીન ચટણી માટે
  24. ૧૦૦ ગ્રામ લીલા ધાણા
  25. લીલા મરચા
  26. ૧ ચમચીસિંગદાણા
  27. ૧ કપ કોપરાનું ખમણ
  28. ૧ ચમચીલીંબુનો રસ
  29. ૧ ચમચીજીરૂ
  30. ૪-૫ નંગ લસણની કળી
  31. સ્વાદ મુજબમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગ્રિન ચટણી બનાવવા માટે મિક્સર જારમાં લીલા ધાણા સમારીને ઉમેરવા. લીલા મરચાં કોપરાનું ખમણ જીરુ લસણની કડી સીંગદાણા લીંબુ નાખી બરાબર પીસી લેવું પાણીની જરૂર લાગે થોડું પાણી ઉમેરો.તૈયાર છે ગ્રીન ચટણી

  2. 2

    બટાકાના માવા માટે બટાકાને બાફીને મેષ કરી લેવા. એક પેન ગરમ કરી તેલ ઉમેરી હિંગ નાખી લાલ મરચું હળદળ લીલું મરચું ઉમેરી બેથી ત્રણ મિનિટ થવા દો ઉપરથી ગરમ મસાલો નાખો બરાબર હલાવે એક મિનિટ થવા દેવો લીલા ધાણા ઉમેરો.

  3. 3

    બટાકાનો માવો તૈયાર થાય સાઇડ ઉપર મૂકી બ્રેડ નીસાઈઝ લઈ બટર લગાવી ગ્રીન ચટણી લગાવો ઉપર બટાકાનો માવો મૂકો. કેપ્સીકમ ટામેટા કાકડી ની સ્લાઈસ મૂકો સેન્ડવીચ મસાલો sprinkle કરો. ચીઝની સ્લાઈસ મુકો બીજા બ્રેડની સ્લાઈસ થી બંધ કરી લો. તૈયાર સેન્ડવીચ ને ગ્રીલ પર અથવા તવા પર બટરમાં શેકી લો.

  4. 4
  5. 5

    તૈયાર સેન્ડવીચ ને ટોમેટો સોસ ગ્રીન ચટણી બટાકાની વેફર અને કોલ્ડ્રીંક સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

Similar Recipes