બરીસ્તા સેફ્રોન વેજ બિરયાની (Barista Saffron Veg Biryani Recipe in Gujarati)

dhruti bateriwala
dhruti bateriwala @cook_26245254
Pune

હૈદરાબાદ ની સુપ્રસિદ્ધ વેજીટેબલ બિરયાની સાથે બરિસ્તા નો તડકો અને કેસર ની સુગંધ
#RD

બરીસ્તા સેફ્રોન વેજ બિરયાની (Barista Saffron Veg Biryani Recipe in Gujarati)

હૈદરાબાદ ની સુપ્રસિદ્ધ વેજીટેબલ બિરયાની સાથે બરિસ્તા નો તડકો અને કેસર ની સુગંધ
#RD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૦૧ કલાક અને ૩૦ મિનિટ
૦૪
  1. ૧.૫ કપ બાસમતી ચોખા
  2. ૧.૫ કપ ફલાવર
  3. ૧ કપ કાપેલા બટાકા
  4. ૧/૨ કપ કાપેલા ગાજર
  5. ૧/૪ કપ કાપેલા ફણસી
  6. ૧/૪ કેપ્સીકમ
  7. ૧/૨ કપ વટાણા
  8. ૨ કપ સ્લાઈસ કાંદા
  9. ૧.૫ ચમચી આદુ ની પેસ્ટ
  10. ૧ ચમચી લસણની પેસ્ટ
  11. ૨ લીલા મરચા
  12. ૬ નંગ લીલી ઇલાયચી
  13. ૨ નંગ મોટો ઇલાયચી
  14. ૬ નંગ લવિંગ
  15. ૨ ટુકડા તજ
  16. ૨ તેજ પત્તા
  17. ૩ ચમચા ઘી
  18. ૧ ચમચી શાહજીરું
  19. ૧ કપ દહીં
  20. ૧/૨ ચમચી હળદર
  21. ૧ ચમચી લાલ મરચું
  22. ૨ ચમચી કાજુ, કીસમીસ અને બદામ
  23. ૧/૨ કપ કોથમીર
  24. ૫ ટેબલ સ્પૂન દૂધ
  25. ૧/૪ ચમચી કેસર,
  26. ૫ ગ્ર્રામ ફુદીના ના પાન
  27. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૦૧ કલાક અને ૩૦ મિનિટ
  1. 1

    ચોખા ને ૧/૨ કલાક પલાળી રાખો, ગરમ પાણી માં ઇલાયચી, લવિંગ, તજ, તજ પત્તા, ચોખા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને ૭૫% ચડવા દો, ધ્યાન રોખો કે વધારે ચડી ના જાય.

  2. 2

    કૂકર માં ૦૩ ચમચા ઘી ને ગરમ કરો. હવે જીરું, તેજ પત્તા, તજ, ઇલાયચી, લવિંગ અને મોટો ઇલાયચી નાખી ને હલાવો. હવે કાંદાની સ્લાઈસ નાખી ને બ્રાઉન થવા દો. દહીં નાખો, અને આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા નાખીને મિક્સ થવા દો. પછી એમાં બધા કાપેલા વેજીટેબલ add કરો. મીઠું, હળદર એન્ડ મરચું નાખો. ગેસને મધ્યમ આંચ પર રાખીને એક સિટી વગાડો.

  3. 3

    વધારાનું પાણી ઉકાળી નાખો. હવે કાજુ, બદામ, કીસમીસ નાખો.

  4. 4

    હવે જાડી કડાઈમાં પહેલું લેયર શાક ની ગ્રેવી નું કરો. પછી ૧/૨ ભાતનું બીજું લેયર કરો. અને કોથમીર, ફુદીનો અને કેસર નું દૂધ નાખો. આજ રીતે બીજા લેયર કરો.

  5. 5

    હવે કડાઈ પર ફોઇલ પેપર લગાડો અને એક તવો લઈને ગેસ પર ગરમ કરો અને એના પર કડાઈ મૂકો.

  6. 6

    ૨૦ મિનિટ પછી ચમચી થી જુવો, બરાબર થાય પછી ગરમ ગરમ બરિસ્તાં સેફ્રોન વેજ બિરયાની ની મજા લો, રાઇતા અને પાપડ સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
dhruti bateriwala
dhruti bateriwala @cook_26245254
પર
Pune

ટિપ્પણીઓ

Similar Recipes