વેજ બિરયાની (Veg biryani  recipe in Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#GA4
#week16
#Biryani
બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ

વેજ બિરયાની (Veg biryani  recipe in Gujarati)

#GA4
#week16
#Biryani
બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૭-૮ વ્યક્તિ માટે
  1. ૩ કપબાસમતી ચોખા
  2. ((ભાત બાફવા માટે)
  3. ૫-૬લવીંગ
  4. તમાલપત્ર
  5. ૫-૬ ઇલાયચી
  6. તજ નો ટુકડો
  7. બાદિયા
  8. ૧ ચમચીઘી
  9. મીંઠુ સ્વાદાનુસાર
  10. જરુર મુજબ પાણી))
  11. ૧ કપગાજર ને ફુલકોબી બાફેલા
  12. ૧ કપકોબીજ ઝીણી સમારેલી
  13. ૧ કપડુંગળી સમારેલી
  14. ૧-૧/૨ કપ લાલ લીલા ને પીળા કેપ્સીકમ સમારેલા
  15. ૧ કપબટેટા ની ટીપ્સ તળેલી
  16. ૧ કપતળેલી ડુંગળી
  17. ૨ ચમચીઘી
  18. ૧ ચમચીતેલ
  19. ૧ ચમચીહળદર
  20. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  21. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  22. મીંઠુ સ્વાદાનુસાર
  23. ૧/૪ કપકાજુ ઘી માં તળેલ
  24. ૧/૨ વાટકીમોરુ દહિં
  25. ૨ ચમચીબિરયાની મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ તો એક મોટા વાસણમાં ચોખા ને ધોઈ લો ને પાણી ઘી ને લવીંગ તજ તમાલપત્ર ને ઇલાયચી બાદિયા ને મીંઠુ નાખી બાફી લો વધારે નથી બાફવાના બફાય જાય એટલે એક ચારણી માં કાઢી લો

  2. 2

    પહેલા બધા વેજીટેબલ કટ કરી લો ને ગાજર ને ફુલ કોબી બાફી લો ત્યાર બાદ બાદ ડુંગળી ને તળી લો ને બટેટા ની ચીપ્સ તળી લો ને કાજુ પણ તળી લો એક વાટકી માં ફેટી ને દહિ તૈયાર કરી લો

  3. 3

    એક મોટા વાસણમાં ઘી ગરમ કરો ને તેમા એક ચમચી તેલ નાખો તેગરમ થાય એટલે તેમાં ૧/૨ ચમચી આખુ જીરું હિંગ તેમાં તજ તમાલપત્ર નાખી તેમાં ડુંગળી નાખો તેને સાંતડો પછી તેમાં કોબી ને કેપ્સીકમ નાખો બાફેલા વેજીટેબલ ને ૨ ચમચી તળેલી ડુંગળી નાખો ને મીક્સ કરો ને તેમાં હળદર લાલ મરચું પાઉડર ને મીંઠુ નાખો તળેલ કાજુને કીસમીસ નાખો ને બિરયાની મસાલો નાખો ને મીક્સ કરો ને તેમાં ફાટેલું દહિં ઉમેરો ને બરાબર મિક્સ કરો

  4. 4

    ત્યાર બાદ બધુ ચડી જાય એટલે ગેસ પર થી ની ચે ઉતારી લો એક બીજીકડાઈમાં એક ચમચી ઘી નાખી પહેલા વેજીટેબલ વાળુ લેયર કરો ને ઉપર બાફેલા ભાત નુ લેયર કરો ને ઉપર તળેલ ડુંગળી અને કીસમીસ નાખો પાછુ વેજીટેબલ વાળુ લેયર કરો પછી ભાતનુ લેયર કરો આવી રીતે લેયર કર્યા જાઓ ને પછી ધીમો ચાર રાખી ને કડાઈ ઢાંકી દો ને ૫ મીનીટ સુધી ચડવા દો

  5. 5

    બિરયાની સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

Similar Recipes