ચણા બિરયાની (Chana Biryani recipe in gujrati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#ભાત
આ બિરયાની મે વિરાજ ભાઈ ની રેસિપી જોઈ ને બનાવી છે જેમાં ન તો લેયર્સ ની જરૂર છે ન તો કોઈ શાક ની અને ખૂબ જ સરળ રેસિપી છે.
Thank you viraj bhai મારા ઘરે બધા ને બહુ ભાવી આ બિરયાની.

ચણા બિરયાની (Chana Biryani recipe in gujrati)

#ભાત
આ બિરયાની મે વિરાજ ભાઈ ની રેસિપી જોઈ ને બનાવી છે જેમાં ન તો લેયર્સ ની જરૂર છે ન તો કોઈ શાક ની અને ખૂબ જ સરળ રેસિપી છે.
Thank you viraj bhai મારા ઘરે બધા ને બહુ ભાવી આ બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧.૫ કપ બાસમતી રાઈસ
  2. ૧/૨ કપ દેશી ચણા
  3. 1ઝીણી સમારેલી ડુંગળી
  4. 1ઝીણું સમારેલું ટામેટું
  5. 2ડુંગળી ની સ્લાઈસ બિરસ્તા માટે
  6. ૧૫-૨૦ નંગ ઝીણા સમારેલા ફૂદીના ના પાન
  7. 1 ચમચીલાલ મરચુ
  8. 1 ચમચીલસણ ની પેસ્ટ
  9. 1 નંગઝીણુ સમારેલું લીલુ મરચું
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. ૧/૨ ચમચી કીચન કીંગ મસાલો
  12. ૧/૨ ચમચી ગરમ મસાલો
  13. મીઠુંસ્વાદમુજબ
  14. 2 ચમચીતેલ
  15. 2 મોટી ચમચીઘી
  16. 1 ચમચીજીરૂ
  17. 2લવીંગ
  18. 1તજ
  19. 2તમાલપત્ર
  20. 1બાદીયા નું ફૂલ
  21. કોલસો ધ્રુંગાર માટે
  22. ૧/૨ કપ વલોવેલું મોળું દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણા ને ૮-૧૦ કલાક પલાળી કૂકર મા ચણા પાણી અને મીઠું નાખી બાફી લેવાં બફાઈ જાય એટલે ચાળણી માં કાઢી લેવાં

  2. 2

    હવે એક કડાઈ માં પાણી લઈ એમા ૧ ચમચી તેલ નાખી પાણી ઉકળે એટલે બાસમતી રાઈસ નાખી બાફી લેવો બફાઈ જાય એટલે એક વાસણ માં કાઢી લેવું

  3. 3

    હવે એક કડાઈ માં તેલ લઈ બિરસતા માટે ડુંગળી ની સ્લાઈસ તળી લેવીં

  4. 4

    હવે એક કડાઈ મા તેલ અને ઘી નાખી એમાં લવીંગ તજ તમાલપત્ર બાદીયા નું ફૂલ નાખી સાંતળી લેવિં હવે જીરૂ નાખી ફૂટે એટલે લસણ ની પેસ્ટ અને લીલા મરચા નાખી દેવાં

  5. 5

    હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળી લેવું

  6. 6

    હવે ડુંગળી સંતળાય એટલે ટામેટા નાખી દઈ બધો મસાલો કરી દેવો મસાલો બરાબર મિક્ષ કરી લેવો

  7. 7

    હવે દહીં ફૂદીનો અને બિરસ્તો નાખી બરાબર મિક્ષ કરી લેવું ત્યારબાદ ચણા અને રાઈસ નાખી બરાબર મિક્ષ કરી લેવું

  8. 8

    હવે ધીમા તાપે ઢાંકી ને ૫ મિનિટ રાઈસ માં મસાલો મિક્ષ થવા દેવો. હવે બિરયાની પર ડુંગળી મૂકી કોલસો બરાબર ગરમ કરી મૂકી ઉપર ૧ ચમચી ઘી મૂકી ઢાંકી દેવું જેથી સરસ સ્મોકી ટેસ્ટ આવે

  9. 9

    તો તૈયાર છે ચણા બિરયાની જે ઉપર થી બિરય્તો ભભરાવી મેં મિન્ટ રાયતું સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes