ચિપ્સ સેન્ડવિચ(chips Sandwich Recipe in Gujarati)

michi gopiyani
michi gopiyani @michi24411881
dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. કણિક માટે
  2. કણિક માટે ૧/૨ કપ ઘઊ નો લોટ
  3. ૧ ટેબલસ્પૂનતેલ
  4. મીઠું, સ્વાદાનુસાર
  5. સમોસા ના માટે પૂરણ
  6. ૧ કપઝીણા સમારેલા કાંદા
  7. ૧/૨ કપપોહા
  8. ૨ ટીસ્પૂનતેલ
  9. ૧/૨ ટીસ્પૂનજીરૂ
  10. ૧ ટીસ્પૂનમીઠું, સ્વાદાનુસાર
  11. ૧ ટીસ્પૂનમરચાં પાઉડર
  12. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  13. ૧/૨ટી ટીસ્પૂન આમચૂર
  14. ૧/૪ટી ટીસ્પૂન હળદર
  15. ૨ ટેબલસ્પૂનસમારેલી કોથમીર
  16. ટેબલસ્પૂ ન ચણાનો લોટ
  17. બીજી જરૂરી વસ્તુ
  18. તેલ, તળવા માટે
  19. ૧ કપઝીણા સમારેલા કાંદા
  20. ૧ કપઝીણા સમારેલા ટામેટાં
  21. કાલા મરી સ્વાદાનુસાર
  22. લીલા મરચા સ્વાદાનુસાર
  23. બટર સ્વાદાનુસાર
  24. સ્વાદાનુસાર ચીઝ
  25. કીલો બટેટા ચિપ્સ માટે
  26. અરેબિક બ્રેડ(ખબુસ)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કણિક માટે

    1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરી બાજુ પર રાખો.

  2. 2

    પૂરણ માટે

    1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કાંદા અને પોહા મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.

  3. 3

    તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં મરચાં પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, હળદર, કોથમીર અને ચણાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.

  4. 4

    તૈયાર કરેલી કણિકને ફરીથી ગુંદીને સુંવાળી લચકદાર બનાવી તેના ૨૦ સરખા ભાગ પાડો.દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના લંબગોળ આકારમાં વણી લો.આ લંબગોળાકારની મધ્યમાંથી ચપ્પુ વડે કાપો મૂકી તેના બે સરખા ભાગ પાડો.

  5. 5

    હવે એક ભાગને હાથમાં લઇ તેને ગોળ કોનનો આકાર આપી તેનો નીચેનો ભાગ થોડા પાણીનો ઉપયોગ કરી બંધ કરી લો.

  6. 6

    આમ તૈયાર થયેલા કોનમાં ૧ ટીસ્પૂન જેટલું પૂરણ ભરી કીનારી પર પાણી ચોપડીને બંધ કરી લો.

  7. 7

    આ જ રીતે બાકીના ૧૯ મીની સમોસા તૈયાર કરો.એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી મધ્યમ તાપ પર બધા સમોસા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને સૂકા કરવા ટીશ્યુ પેપર પર કાઢી લો.

  8. 8

    ૧ કીલો બટેટા ની ચિપ્સ બનાવી લો

  9. 9

    ત્યાર પછી બધી વસ્તુ ભેગી કરો

  10. 10

    અરેબિક બ્રેડ(ખબુસ) લો એની ઉપર બટર લગાડો પછી તેમાં સમોસા નાખો

  11. 11

    વારાફરતી બધુ તેમાં એડ કરતા જાવ

  12. 12

    છેલે ચિપ્સ સેન્ડવિચ રેડી થાય એટલે એન ગ્રીલ મશીન રાખી ને ટોસ્ટ કરો

  13. 13

    થઈ ગયા બાદ બટર પેપર મા રૈપ કરી ને તરત જ ટમેટાકેચપ અને લીલી ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
michi gopiyani
michi gopiyani @michi24411881
પર
dubai
I don't like gourmet cooking or this cooking or that cooking. I like good
વધુ વાંચો

Similar Recipes