મેસુબ (Mysore Recipe In Gujarati)

Kiran Patelia
Kiran Patelia @kiranPateliya1975

મેસુબ (Mysore Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/30 મિનિટ
3/4 સર્વિંગ્સ
  1. 1 કપખાંડ
  2. 1 કપચણાનો લોટ
  3. 2 ટેબલસ્પૂનદૂધ
  4. 3 કપઘી
  5. 3 નંગઇલાયચી નો પાઉડર
  6. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

1/30 મિનિટ
  1. 1

    એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, તાપ ઉપર મૂકવું.

    ઊકળે એટલે તેમાં 1 ચમચો દૂધ અને 1 ચમચો પાણી ભેગાં કરી નાંખીને મેલ કાઢવો.

  2. 2

    ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ ઉપર ગરમ રાખવી.

    હવે ચણાના લોટને ઘીમાં બદામી રંગનો શેકવો. શેકાય એટલે તેમાં ચાસણી નાંખી 1 ચમચો દૂધ છાંટવું.

  3. 3

    ખૂબ હલાવતાં રહેવું. પછી ઘીને સારું ગરમ કરી, તેની ધાર કરવી.

    લોટ છૂટો પડવા આવે, ઘી છૂટું પડે અને ઊભરો આવે એટલે એલચીનો ભૂકો નાંખી, તરત જ સ્ટીલની ચાળણીમાં મેસૂર ઠારી દેવો.

  4. 4

    ચાળણી તપેલી ઉપર મૂકવી, જેથી ઘી તેમાં નીતરી મેસૂરનો સરસ જાળી પડશે.

    કટકા પાડવા આંકા કરી રાખવા.

    સખત થયા પછી એકસરખા કટકા પડશે નહિ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Patelia
Kiran Patelia @kiranPateliya1975
પર

ટિપ્પણીઓ

Similar Recipes