મેસુબ  (Mesub Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#trend2 બેસનની મીઠાશ અને શુદ્ધ ઘીનો મઘમઘાટ અને આ બન્ને નું મીશ્રણ એટલે મેસેજ પાક.

મેસુબ  (Mesub Recipe In Gujarati)

#trend2 બેસનની મીઠાશ અને શુદ્ધ ઘીનો મઘમઘાટ અને આ બન્ને નું મીશ્રણ એટલે મેસેજ પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧ કપબેસન
  2. ૧ (૧/૨ કપ)ઘી
  3. ૧ કપખાંડ
  4. ૧/૨ઈલાયચી પાઉડર
  5. ૧/૨ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    મેસુબ બનાવવા માટે સૌથી પહેલા બેસનને ચાળી લેવું. હવે એક કઢાઇમાં ખાંડ લઈ તેમ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો. બીજી બાજુ એક કઢાઇમાં ઘી ગરમ કરવા મુકો. અને ચાસણીમાં ઈલાયચી પાઉડર ઉમેરી દો.

  2. 2

    હવે ખાંડ ની એક તાર ની ચાસણી તૈયાર કરો ચાસણી તૈયાર થાય એટલે તેમાં બેસન ઉમેરો. તેમ કણી ના તેવી રીતે હલાવવુ. ૨ મિનીટ માટે શેકવું.

  3. 3

    હવે શેકાઈ જાય એટલે ગરમ ઘી બેસનમાં રેડતાં જવું. જયાં સુધી બેસન ઘી શોષે ત્યાં સુધી ગરમ ઘી રેડતાં જવું ને બેસન હલાવતા જવું મસ્ત જાળી પડવા લાગશે. ઘી ત્યાં સુધી રેડવું જયાં સુધી બેસન ઘી છોડવાનું ચાલુ કરે. ત્યારે સમજવું કે તે તૈયાર થઈ ગયું છે.

  4. 4

    હવે એક પ્લેટમાં ઘી લગાવી ઠારી લેવું. તેની ઉપર તવેથો કઈ ફેરવવું નહી. ઉપર થી કાજુ બદામ ની કતરણ લગગાવી.

  5. 5

    હવે એક પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes