મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૯ થી ૧૦ કટકા
  1. ક્પ બેસન
  2. ૧/૨ક્પ ખાંડ
  3. ૪થી ૫ ચમચી મલાઇ
  4. ૧/૨ ચમચીજાયફલ પાઉડર
  5. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  6. ૧/૨ ચમચીખસખસ
  7. ૧/૨ કપઘી
  8. 1 ચપટીલાલ કલર
  9. ડ્રાયફ્રુટ્સ જરુર મુજબ
  10. ૨ ચમચીદુધ(ધ્રાબા માટે)
  11. ૩-૪ ચમચી ઘી(ધ્રાબા માટે)

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટ ને ધ્રાબો આપવો એટલે કે ચણાના લોટ મા ૨ ચમચી દુધ અને ૩-૪ ચમચી ઘી નું મીશ્રણ નાખવું,બરાબર મસળીને મીક્સ કરી અને ઢાંકીને આ લોટને ૧૫-૨૦ મીનીટ રેવા દેવો

  2. 2

    ૧૫-૨૦ મીનીટ પછી આ લોટ ચાળી લેવો

  3. 3

    એક કડાઇ માં ધી લઇ તેમાં ધ્રાબો આપેલ લોટ નાખી લાલ થાય ત્યાં સુધી શેકવો

  4. 4

    બીજી બાજુ એક પેન માં ખાંડ લઇ તેમા ડુબે એટલું પાણી નાખી દોઢ તાર ની ચાસણી કરવી થઇ જાય એટલે થોડો રંગ નાખવો

  5. 5

    ચણાનો લોટ લાલ શેકાય એટલે તેમાં મલાઇ નાખવી.મલાઇનું દુધ બળી જાય એટલે લોટના મીશ્રણ ને ચાસણી માં નાખી તેમાં એલચીનો પાઉડર,જાયફળ નો પાઉડર, ડ્રાયફ્રુટ્સ નાખી હલાવી ઠરે પછી ગ્રીસ કરેલી થાળી માં ઢાળી તેના પર ખસખસ છાંટી કટકા કરી સર્વ કરવો

  6. 6

    ટીપ્સ ઃ૧) ચાસણી કડક થઇ ગઇ હોય તો એક બે ચમચી દુધ નાખવા થી નોર્મલ થઇ જશે....૨) ચોમાસા કે ભેજ વાળા સમય માં ચાસણી થોડી કડક જ કરવી ૩) લાલ શેકવો તો જ બરાબર બનશે(૪)મલાઇ નાખવા થી માવા જેવો ટેસ્ટ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes