મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

chandarana tanvi
chandarana tanvi @cook_26230277

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. 1 બાઉલ બેસન
  2. 1/2 બાઉલખાંડ
  3. 1/3 બાઉલ ઘી
  4. 1/3 કપદુધ
  5. 1 નાની ચમચીઈલાયચી પાઉડર
  6. જરૂર મુજબ બદામ કતરણ
  7. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ ૧ કડાઈમાં ૦|| કપ દૂધ અને ૦|| કપ ઘી મિક્સ કરી ગરમ કરો.

  2. 2

    થોડું ગરમ થાય એટલે બેસન માં મિક્સ કરી હલાવવું. બાદ જાડી ચારણી ની મદદથી તે બેસન ચાળી લો. જેથી એકદમ દાણાદાર મોહનથાળ બને.

  3. 3

    પછી ૧ કડાઈમાં ૨ ચમચા ઘી ગરમ કરી તેમાં બેસન ઉમેરી મીડિયમ ફ્લેમ પર શેકવુ.

  4. 4

    શેકતી વખતે થોડું થોડું ઘી ઉમેરવું.અને મીડિયમ ફ્લેમ પર હલાવતા રહેવું અને શેકાવાને થોડી વાર હોય ત્યારે તેમા ૨ ચમચી દુધ ઉમેરવું.

  5. 5

    બાદ ૧ બાઉલ માં ખાંડ લઈ તે ડૂબે એટલું પાણી ઉમેરી ચાસણી બનાવો. પાણી બળી જાય એટલે એક થી દોઢ તાર ની ચાસણી બનાવી લો.

  6. 6

    ત્યારબાદ બેસન શેકાઈ જાય એટલે તેમાં ચાસણી ઉમેરી ઈલાયચી પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લો.

  7. 7

    ૧ ડીશ માં ગરમ મોહનથાળ રેડી તેને ઠંડો થવા દો. બદામ ની કતરણ ભભરાવી ગાર્નિશ કરો.

  8. 8

    મોહનથાળ જામી જાય એટલે તેના પીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chandarana tanvi
chandarana tanvi @cook_26230277
પર

ટિપ્પણીઓ

Similar Recipes