મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#trend3
મોહનથાળ એ આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ છે. આજે મે આ સ્વીટ પહેલીવાર બનાવી છે એ પણ મારા ઠાકોરજી ને ધરાવવા માટે રીઅલી ખૂબ જ સરસ બની અને સોફ્ટ પણ એટલી જ બની છે. તમે પણ એક વાર જરૂર થી આ રેસીપી બનાવો.

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#trend3
મોહનથાળ એ આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ છે. આજે મે આ સ્વીટ પહેલીવાર બનાવી છે એ પણ મારા ઠાકોરજી ને ધરાવવા માટે રીઅલી ખૂબ જ સરસ બની અને સોફ્ટ પણ એટલી જ બની છે. તમે પણ એક વાર જરૂર થી આ રેસીપી બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 3 ચમચીઘી
  3. 3 ચમચીદૂધ
  4. 200 ગ્રામખાંડ
  5. જરૂર મુજબ ખાંડ ડુબે એટલું પાણી
  6. 100 ગ્રામમાવો
  7. 1/2 કપઘી
  8. 1 ચમચી એલાઈચી પાઉડર
  9. 1/2 ચમચી જાયફળ પાઉડર
  10. જરૂર મુજબ બદામ પિસ્તા ની કતરણ
  11. જરૂર મુજબ ચારોળી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલા તો ચણાના લોટને ચાળી લો. હવે એક વાટકી માં 3 ચમચી દૂધ અને ઘી લઈ ગરમ કરી લો. હવે તેને થોડું કરી ને લોટ માં એડ કરો. ચણાના લોટને મસળતા જાવ. અને તેને એક ઠપી મારી અડધો કલાક રહેવા દો. આને ઢાબો દેવો કહેવાય આ પ્રકિયા કરવી ખૂબ મહત્ત્વ ની છે આનાથી મોહનથાળ દાણેદાર બનશે.

  2. 2

    અડધો કલાક પછી એ લોટ ને મોટી કાણાવાળી ચાળણીમાં ચાળી લો.

  3. 3

    હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી મુકી તેમાં ચણા ના લોટને શેકી લો. લોટનો કલર ચેન્જ થાય અને કડાઈમાં થી ઘી છુટુ પડે ત્યાં સુધી શેકવું.

  4. 4

    હવે તેમાં માવો નાખી 10 મિનિટ શેકી ને ગેસ ઓફ કરો. મિક્ષણ ઠંડુ ના પડે ત્યાં સુધી તેને હલાવતા રહો. અથવા બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દો.

  5. 5

    હવે એક પેનમાં ખાંડ લઈ તેમાં ડુબે એટલું પાણી લઈ 1 તારની ચાસણી બનાવી લો છેલ્લે તેમાં એલાઈચી અને જાયફરનો પાઉડર એડ કરી દો. મે અહીં અડધા તારની ચાસણી બનાવી છે મને મોહનથાળ સોફ્ટ અને હલવા જેવો જોઈતો હતો એટલે. એક તારની ચાસણી હશે તો મોહનથાળ ના પીસ સરસ પડશે.

  6. 6

    હવે ચાસણી ને મોહનથાળ ના મીક્ષણમાં એડ કરતા જાવ અને હલાવતા જાવ. હવે તેમાં તમને ગમતા સુકા મેવા નાંખી તેને ગ્રીસ કરલા ટીનમાં ઠારી લો. ઉપર પણ બદામ અને પિસ્તા ની કતરણ ભભરાવી દો. મોહનથાળ ને ઠરવા માટે 6થી7 કલાક આપવા.

  7. 7

    તો રેડી છે આપણો મોહનથાળ તમને ગમતા શેપમાં કટ કરી લો.અને સવૅ કરો.

  8. 8

    અહીં ખાસ ધ્યાન રાખવું કે મોહનથાળ બનાવતી વખતે ચાસણી અથવા તો લોટનું મિશ્રણ બંન્ને માંથી એક ગરમ હોવુ જરૂરી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes